Habeas Corpus Writ Petition: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રવિવાર (19 માર્ચ)એ પંજાબ સરકારને એક હેબિયસ કોર્પસ પિટિશન (Habeas Corpus) પર નોટિસ જારી કરી. અરજીકર્તા ઈમાન સિંહ ખારાએ આરોપ લગાવ્યો કે ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે અવૈધ રીતે ધરપકડ કરી છે અને તેમને હજુ સુધી કોર્ટમાં રજૂ નથી કરવામાં આવ્યા. અરજીકર્તાએ ખંડપીઠને એ પણ જણાવ્યું કે તે સંગઠન ‘વારિસ પંજાબ દે’ અને અમૃતપાલ સિંહના કાયદાકીય સલાહકાર છે. ચાલો હવે તમને જણાવીએ કે હેબિયસ કૉર્પસ અરજી આખરે શું હોય છે?

ભારતનું બંધારણ દેશના કોઈ પણ નાગરિકને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રહેવા અને કાયદા પ્રમાણે જીવવાનો અધિકાર આપે છે, જો કોઈ કારણે તેની સાથે છેડછાડ થાય છે તો તે વ્યક્તિ કાયદો કે કોર્ટની મદદ લઈ શકે છે. એવા જ સમયે હેબિયસ કૉર્પસ કામ આવે છે. હેબિયસ કૉર્પસ લૈટિન ભાષાનો શબ્દ છે, તેનો અર્થ થાય છે ‘સશરીર’, પણ કાયદાકીય રીતે તેનો ઉપયોગ કોઈ એવા વ્યક્તિને છોડાવવા માટે કરવામાં આવે છે, જેને બિન-કાયદાકીય રીતે કસ્ટડીમાં લેવાયો હોય કે ધરપકડ કરવામાં આવી હોય. હિન્દીમાં તેને બંદી પ્રત્યક્ષીકરણ અરજી કહેવાય છે. આ બિન-કાયદાકીય રીતે કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાનો અધિકાર આપે છે.
-ભારતના બંધારણમાં તેની શું વ્યવસ્થા છે?
ભારતનું બંધારણ અનુચ્છેદ 22 કહે છે, જો કોઈ વ્યક્તિને ધરપકડ કરવામાં આવે છે તો તેને ધરપકડ કરવાનું કારણ જણાવ્યા વગર પોલીસ કસ્ટડીમાં ન રાખી શકાય. સાથે જ તેને પોતાની પસંદના વકીલ પાસેથી સલાહ લેવા અને પોતાના બચાવ કરવાના અધિકારથી પણ વંચિત ન કરી શકાય.
તદ્દપરાંત, જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તો તેને ધરપકડના 24 કલાકમાં જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તે જરૂરી છે. એવા કોઈ વ્યક્તિને મેજિસ્ટ્રેટની સત્તા વગર પોલીસ કસ્ટડીમાં ન રાખી શકાય.
-હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કરી શકે છે અપીલ
અહીં જો કોઈ વ્યક્તિને એવું લાગે છે કે તેને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે તો તે હેબિયસ કૉર્પસની મદદ લઈ શકે છે. હેબિયસ કૉર્પસ ધરપકડ કરાયેલા વ્યક્તિને કે તેના પરિજનોને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં અપીલ કરવાનો પણ અધિકાર આપે છે.
આ અરજી અંતર્ગત ધરપકડ કરાયેલા વ્યક્તિને કોર્ટ સામે રજૂ કરવા અને તેને કસ્ટડીમાં રાખવાનું કારણ માંગવામાં આવી શકે છે. એટલે કે જો પોલીસ કોઈ વ્યક્તિને બિન-કાયદાકીય રીતે ધરપકડ કરે છે કે કસ્ટડીમાં રાખે છે તો તે વ્યક્તિ તરફથી હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી શકે છે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો