GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ચીનની હેકડી ઠેકાણે લાવવા માટે અમેરિકાએ કસી કમર, હજારો સૈનિકોનો જાપાનથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી કરી દીધો ખડકલો

ભારત સહિત એશિયામાં પાડોશી દેશોની સાથે ચીનની વધી રહેલી દાદાગીરીને જોતા અમેરિકાએ ડ્રેગનના મુકાબલા માટે કમર કસી લીધી છે. અમેરિકાએ પોતાના હજારો સૈનિકોને જાપાનથી લઇને ઓસ્ટ્રેલિયા સુધી સમગ્ર એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારનું માનવુ છે કે, ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શીત યુદ્ધ બાદ આ સૌથી મહત્વપૂર્ણ જીયોપોલિટીકલ પડકાર ઉભો થયો છે. આ તૈનાતી બાદ અમેરિકન સેના પોતાના વૈશ્વિક દબદબો ફરીથી કાયમ કરશે.

જાપાનથી લઈ ઓેસ્ટ્રેલિયા સુધી સૈનિકો તૈનાત કરી દીધા

અમેરિકા જર્મનીમાં તૈનાત પોતાના હજારો સૈનિકોને એશિયામાં તૈનાત કરવા જઇ રહ્યું છે. આ સૈનિકોને અમેરિકાના ગુઆમ, હવાઇ, અલાસ્કા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સ્થિતિ સૈન્ય મથકો પર તૈનાત કરવામાં આવશે. જાપાનના નિક્કેઇ એશિયન રિવ્યૂના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની પ્રાથમિકતા હવે બદલાઇ ગઇ છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકાના રક્ષા નિષ્ણાતો માનતા હતા કે, સોવિયત સંઘ પર નિયંત્રણ રાખવા માટે યુરોપમાં મોટી સંખ્યામાં સેના રાખવી જરૂરી છે. પરંતુ હવે ચીનને કાબુમાં રાખવા માટે એશિયામાં મોટી સંખ્યામાં સૈનિકોની હાજરી જરૂરી મનાઇ રહી છે.

બ્રિટન પણ એશિયામાં સૈનિકો ખસેડી રહ્યુ છે

તો બીજી તરફ બ્રિટન પણ પોતાના સૈનિકોને એશિયામાં ખસેડી રહ્યું છે. બ્રિટન પોતાના હજારો કમાન્ડોને સ્વેજ નહેરની પાસે તૈનાત કરી રહ્યું છે. ચીનના ખતરાના મુકાબલા માટે અમેરિકાનું નજીકનું સહયોગી બ્રિટન પણ એશિયામાં પોતાના સૈનિકોને મોકલી રહ્યું છે. બ્રિટનની સેનાનું માનવું છે કે એશિયન સહયોગી દેશોની સાથે નિકટવર્તી સંબંધો રાખીને કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરીને તેમજ સ્વેજ નહેરની પાસે વધુ સૈનિકો તૈનાત કરીને ચીન પર લગામ લગાવી શકાશે. તેના માટે બ્રિટનના ત્રણેય સેના પ્રમુખ યુકેના રક્ષા પ્રધાનને મળ્યા હતા.

બ્રિટનના રક્ષા પ્રધાને આપી ચેતવણી

બ્રિટનના રક્ષા પ્રધાન બેન વોલેસે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસના ખાત્મા બાદ દુનિયામાં આર્થિક સંકટ, વિવાદ અને લડાઇ વધી જશે. બ્રિટનની સેનાના પ્રમુખોની બેઠકમાં સૌથી વધુ ચીનના ખતરાની ચર્ચા થઈ છે. બ્રિટનમાં ચીન સાથેના સંબંધોને નવી રીતેથી વણવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તાઇવાન, દક્ષિણ કોરિયા અને જાપાનની સાથે સંબંધને વધુ મજબૂત કરવા ઉપર પણ ભાર અપાશે. બ્રિટનની રોયલ નેવીએ એલાન કર્યું છે કે તે સ્થાયી રીતે સ્વેજ નહેરના પૂર્વમાં અમુક હજાર કમાન્ડો હંમેશા માટે તૈનાત રાખશે.

READ ALSO

Related posts

BIG NEWS: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યા કરૂણ મોત

pratik shah

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ 7 દિવસ માટે બંધ રહેશે એસ.ટી. સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો : હવે સિંચાઈ માટે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!