GSTV
Home » News » અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં બાળકો બોરવેલમાં પડી જવાની ઘટનાઓ બનતી રહે છે. અને ઘણી ઘટનાઓમાં તંત્ર દ્વારા ભારે જહેમત કરવા છતાં બાળકો કરુણ રીતે મોતને ભેટે છે. ત્યારે અમરેલીના એક યુવાને તૈયાર કર્યો છે એક અનોખો રોબોટ. કે જે બોરવેલમાં પડેલા બાળકનું સફળતાથી રેસ્ક્યુ કરવામાં સક્ષમ છે. શું છે આ રોબોટની ખાસિયત અને કેવી રીતે કામ કરે છે આ રોબોટ.

રાજુલાના મહેશ આહિર નામના પ્રતિભાશાળી યુવાને તૈયાર કરેલો આ રોબોટ છે કંઇક ખાસ. બોરવેલમાં પડેલા બાળકને સહીસલામત બહાર કાઢવાના હેતુ સાથે મહેશે જાતે રોબોટ બનાવવાનું શરૂ કર્યું. અને સતત 3 મહિના સુધી વિવિધ ટેકનીકનો અભ્યાસ કર્યા બાદ 60 હજારના ખર્ચે આ રોબોટ તૈયાર થયો. સરળતાથી બોરવેલમાં ઉતારી શકાતો આ રોબોટ ફ્કત 25 મિનિટમાં બાળકને બોરવેલમાંથી બહાર કાઢી શકે છે. રોબોટમાં લાગેલા વાયરલેસ કેમેરા અને એલઇડીની મદદથી રોબોટનું મોનિટરિંગ પણ થઇ શકે છે.

રોબોટ તૈયાર કર્યા બાદ મહેશે તેમના કેટલાક ફૂટેજ અને માહિતી પીએમઓમાં મોકલી હતી. અને મહેશની મહેનત રંગ લાવી હોય તેમ પીએમઓમાંથી તેને 27 તારીખે દિલ્હી આવવાનું આમંત્રણ પણ મળ્યું. મહેશ હવે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી આ રેસ્ક્યુ રોબોટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

મહેશે રોબોટ સાથે ઇલેકટ્રીક બાઈક પણ બનાવ્યું છે. જે બેટરી અને પેટ્રોલ એમ બંનેથી ચાલે છે. એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ આ બાઇક 120ની એવરેજ આપે છે. સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર મહેશે આ રોબોટ અને બાઇક બનાવી તેની કોઠાસુઝ અને પ્રતિભા દર્શાવી છે.

READ ALSO

Related posts

સુરતના આ દબંગ કોર્પોરેટરે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સાથે કરી લાફાવાળી

Nilesh Jethva

વગર ડબ્બાએ 10 કિલોમીટર સુધી ચાલતુ રહ્યું એન્જિન, યાત્રીઓના ઉડ્યા હોશ

Kaushik Bavishi

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!