GSTV
Home » News » કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક, ભાજપના ભૂક્કા બોલાવવા પરેશ ધાનાણીને ઉતારશે મેદાનમાં

કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક, ભાજપના ભૂક્કા બોલાવવા પરેશ ધાનાણીને ઉતારશે મેદાનમાં

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી લોકસભા ચૂંટણી માટે જંપ લાવે તેવી શક્યતા છે. અમરેલી બેઠક માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારીએ અમરેલી જિલ્લા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોનો ફોન કર્યો છે. તેમજ ઉમેદવાર પસંદગી પર ચર્ચા કરી છે. જેમાં પરેશ ધાનાણી અને જેની ઠુમરના નામની સૌથી વધુ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, પ્રતાપ દૂધાત, કનુ કલસરિયા અને કોકિલા બહેન કાકડિયા જેની ઠુમરને ટિકિટ માટે જોર લગાવી રહ્યા છે.

paresh dhanani amreli news

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ ધાનાણીના નેતૃત્વ પર ઉઠ્યા હતા સવાલ

જવાહર ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસની હાલત દિન પ્રતિદિન કથળવા લાગી હતી. કોંગ્રેસે કુંવરજી બાવળિયા, આશા બેન પટેલ અને હવે સૌરાષ્ટ્રના કદાવર નેતા જવાહર ચાવડાને ગુમાવવાનો વારો આવ્યો હતો. જવાહર ચાવડા જતા હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ નબળી પડતી દેખાઈ રહી છે. કોંગ્રેસના જૂના જોગીઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વિપક્ષ નેતા તરીકે ધાનાણી નબળાં પડી રહ્યા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. ધાનાણી અને અમિત ચાવડાને પણ ખબર ન રહી અને કોંગ્રેસના ખમતીધર નેતાઓ રાજીનામા આપી ભાજપને ઘરનું ઘર માનવા લાગ્યા.

આ વચ્ચે કુંવરજી બાવળિયાએ પણ કહ્યું હતું કે, ધાનાણી અને અમિત ચાવડાના કારણે કોંગ્રેસ તુટી રહી છે. કુંવરજીએ પોતાના આ નિવેદન થકી કોંગ્રેસના સમયે લાગેલા જૂના ઘા પર મલમ લગાવવાનું કામ કર્યું છે. એક રીતે કુંવરજી બાવળિયાની વાત પણ સાચી લાગી રહી છે કારણ કે ધાનાણી અને અમિત ચાવડાના સમયે જ કોંગ્રેસમાં આંતરિક બળવાની સ્થિતિ પણ પેદા થઈ હતી. જેમાં સિનિયર નેતાઓને અવગણવામાં આવતી હોવાની વાત ચાલી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષના સબળ કાર્યકર્તાઓને ભરતી કરી રહ્યા છે, આ તેમનો સત્તાનો સ્વાર્થ છે કે ડરાવી ધમકાવી વિપક્ષના ધારાસભ્યોને સમાવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં વિપક્ષના ધારાસભ્યોના માથા ખેડવવામાં સફળ થનારી ભારતીય જનતા પાર્ટીને મતદારોના રોષનો ભોગ બનવું પડશે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભૂતકાળની વાતને યાદ કરતા કહ્યું હતું કે, ભૂતકાળની અંદર પણ વિરોધ પક્ષના ધારાસભ્યોને તોડી પોતાની પાર્ટી બચાવે છે. સરકારમાં સીધા મંત્રીશ્રી બનાવી વિપક્ષના ધારાસભ્યને તોડવામાં સફળ થયા છે. ભયથી ભ્રમથી કે ભ્રષ્ટાચારથી ધારાસભ્યોને તોડવામાં સફળ થશે. આવનારા દિવસોમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી સબક શીખવાડશે.

પરેશ ધાનાણીએ જવાહર ચાવડાના રાજીનામા વિશે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ભાઈ કોંગ્રેસ પક્ષના નિષ્ઠાવાન આગેવાન હતા, ભાજપની સરકારે તેને રાજીનામું આપવા શું કામે મજબૂર કર્યા, તેનો જવાબ જવાહર ભાઈ જ આપી શકે. નર્વસ નાઈન્ટીને આઉટ થઈ ગયેલી સરકારમાં ઉકળતો ચરૂ છે. આ અગાઉ પણ ભાજપના 22થી વધારે ધારાસભ્યો જાહેરમાં નારાજગી જાહેર કરી ચૂક્યા છે. વ્યક્તિને કોઈ સમસ્યા હોય પીડા હોય તો તેણે સક્ષમ નેતૃત્વ પાસે રજૂઆત કરવી જોઈએ પણ કમનસીબે આવી વાત મારી સામે નથી આવી, જવાહર ભાઈના જવાથી મને દુખ થયું છે.

15 મહિનામાં ચાર ધારાસભ્યોના રાજીનામા

છેલ્લા 15 મહિનામાં કોંગ્રેસ ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આજે સવારે જૂનાગઢના માણાવદરથી કોંગ્રસના ધારાસભ્ય જવાહર ચાવડા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.અને તેઓએ લેટર પેડ પર હેન્ડરાઈટીંગમાં જ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. રાજીનામુ આપવાનું કોઈ કારણ આપ્યુ નથી. જોકે આ રાજીનામાથી કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જવાહર ચાવડાના રાજીનામાથી હવે રાજ્યમાં 74 ધારાસભ્યો રહ્યા છે.

Related posts

ટુંક સમયમાં પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર થવાની શક્યતા, હવે TMCના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

Mayur

સુરતના ક્લાસીસમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ

Nilesh Jethva

World Cup : ધોનીની એ વિજયી સિક્સર જેણે ભારતને બીજી વાર બનાવ્યું વિશ્વ વિજેતા, જુઓ Video

Bansari
Do NOT follow this link or you will be banned from the site!