GSTV

ખેડૂતો પરેશાન / તાઉતે વાવાઝોડાના અઢી મહીના બાદ પણ ખેતીવાડીનો વીજ પુરવઠો બંધ, 98માંથી 54 ફીડર જ કાર્યરત

Last Updated on August 11, 2021 by Dhruv Brahmbhatt

અમરેલી જીલ્લામાં તાઉતે વાવાઝોડાના અઢી મહીના કરતા વધુ સમય થવા છતાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં હજુ સુધી મોટા ભાગના વિસ્તારોમાં ખેતીવાડીનો વીજ પુરવઠો કાર્યરત થયો નથી. જેને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. એવામાં હવે જો લાંબો સમય સુધી વરસાદ ખેંચાય તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.

ગામો

રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં મોટા ભાગના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ

અમરેલી જીલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદને પગલે 5,55,063 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જો કે છેલ્લાં ઘણાં દિવસોથી અમરેલી જીલ્લામાં વરસાદ ખેંચાયો છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તો બીજી તરફ વીજ પુરવઠાને લઇને ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે કેમ કે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં એક તરફ ખેતીવાડીમાં મોટા ભાગના વિસ્તારોમાં વીજપુરવઠો પણ કાર્યરત થયો નથી.

હાલમાં ખેડૂતોને પિયત માટે પાણી તેમજ વીજળી મજૂરોને પણ અંધારામાં રહેવું પડે છે અને તેઓને પણ પીવાના પાણીની તકલીફ પડે છે તો દવા છટવા માટે પણ પાણીની જરૂરિયાત પડે છે જે ગામમાંથી લાવવું પડતું હોવાથી મુશ્કેલી છે. તો PGVCL દ્વારા તાત્કાલિક લાઈટ અપાય તેવી માંગ કરી રહ્યાં છે.

99 હજાર 349 વિજપોલ ડેમેજ થયા હતાં

આ અંગે PGVCL ના દ્વારા માનીએ તો રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલામાં 99 હજાર 349 વિજપોલ ડેમેજ થયા હતાં જેમાં 81 હજાર 255 પોલની કામગીરી પૂર્ણ કરાઈ છે. જે બાકી છે તેમાં 445 ટીમો કામ કરી રહી છે તેમજ આ વિસ્તારોના 98 ફીડરોમાંથી 54 ફીડર શરૂ કરાયેલ છે અને સત્વરે કામગીરી પૂર્ણ કરાશે તેવો દાવો કરાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!