GSTV
Home » News » બીટકોઈનમાં હવાલા કૌભાંડનો ખેલ : અમરેલી એસપીને ઘર ભેગા કરાયા

બીટકોઈનમાં હવાલા કૌભાંડનો ખેલ : અમરેલી એસપીને ઘર ભેગા કરાયા

બીટ કોઇન પ્રકરણમાં એક મોટા ખુલાસાની સાથે એક મહત્વપૂર્ણ પગલુ ભરાયુ છે. જેમાં અમરેલી એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. તો બીટ કોઇન તોડકાંડ પ્રકરણમાં હવે બીજી દિશામાં તપાસ પણ શરુ કરાઈ છે. આ સમગ્ર કાંડમાં હવાલા કૌભાંડનો ખેલ રચાયો હોવાના આધારે હવાલાકાંડની બીજી ફરિયાદ પણ દાખલ થઇ શકે છે. તપાસમાં બહાર આવ્યુ છે કે નોટબંધી દરમ્યાન બ્લેક મનીને ટ્રાન્સફર કરાયા છે. જેમાં આ સમગ્ર કાંડમાં સુરત એપી સેન્ટર તરીકે બહાર આવ્યુ છે. ત્યારે બીટ કોઇન અને હવાલા કાંડમાં  અનેક બિલ્ડર્સ અને મોટા માથાઓનું નામ પણ સામે આવી શકે છે.

 

જેમાં કેટલાક મોટા માથાઓ વિદેશ ફરાર થઈ ગયા હોવાની પણ પ્રબળ આશંકા છે. તપાસમાં બહાર આવ્યુ છે કે મોટા માથાઓ તમામ રુપિયા બીટકોઈનમાં ટ્રાન્સફર કરી ફરાર થઇ ગયા છે. ત્યારે સીઆઈડી ક્રાઈમે આ સમગ્ર બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં  કિરિટ પાલડિયાએ સીઆઈડી ક્રાઇમ સમક્ષ આ સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તો આ સમગ્ર તપાસમાં ઈડી સહિત સેન્ટ્રલ એજન્સીઓ પણ સુરત ખાતે તપાસ કરી રહી છે.

સીઆઇડી ક્રાઇમની વિદેશ સુધી તપાસ પહોંચશે. ત્યારે આ સમગ્ર મામલે હાલમાં અમરેલી એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે જગદીશ પટેલની પૂછપરછમાં 1.33 કરોડના હિસાબો મળ્યા છે. જેમાં જગદીશ પટેલે 40 લાખ અનંત પટેલને કોર્ટ ખર્ચ પેટે આપ્યા હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત મિલ્કતોના દસ્તાવેજો પણ મળ્યા છે.

CRICKET.GSTV.IN

 

Related posts

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર, ત્યારબાદ અન્ય પ્રદેશ પ્રમુખે કરી રાજીનામાની રજૂઆત

Path Shah

UP, પંજાબ સહિત 6 પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષોએ એકબાદ એક આપ્યા રાજીનામા

Mansi Patel

હવામાન વિભાગની ગરમીને મામલે આવી આ આગાહી, માછીમારોને પણ 4 દિવસ દરિયો ન ખેડવા સલાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!