GSTV
Home » News » પુલ ઉ૫ર ફક્ત ૫થ્થરોની આડશ : શું ભાવનગર જેવા અકસ્માતની રાહ જોવાઇ રહી છે ?

પુલ ઉ૫ર ફક્ત ૫થ્થરોની આડશ : શું ભાવનગર જેવા અકસ્માતની રાહ જોવાઇ રહી છે ?

અમરેલી-સાવરકુંડલા હાઇવે પર ગોખરવાળા નજીક શેત્રુંજી નદી પર આવેલ પુલ અકસ્માત નોતરે તેની તંત્ર રાહ જોઇ રહ્યું છે. પુલ પર અકસ્માતની અનેક ઘટનાઓ બનવા છતાં પણ આ પુલ પર હજુ સુધી રેલિંગનું કામ કરવામાં આવ્યું નથી.

અમરેલીથી સાવરકુંડલા તરફ જતા માર્ગ પર ગોખરવાળા નજીક શેત્રુંજી નદી પરના પુલ પર મોટી રેલિંગની જગ્યાએ પથ્થરોની રેલિંગ કરી તંત્રએ સંતોષ માન્યો છે. એસ.ટી. બસ, ટ્રકો અને મોટા વાહનો આ પુલ પરથી પસાર થાય છે. મોટા વાહનોની અવર-જવર થતા જ આ પુલ પર ધ્રુજારીનો અનુભવ થાય છે. અને આ પુલ પર પથ્થરોથી બાંધેલી રેલિંગ પણ  ઘણી જગ્યાએથી તૂટી પડી છે.

 સ્થાનિકોનું કહેવું છે કે આ પુલ પર નાના-મોટા અકસ્માતના બનાવો પણ બન્યા છે. છતાં પણ તંત્રની આંખો ખુલતી નથી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલ પર તાત્કાલિક ધોરણે નવી રેલિંગનું કામ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહયાં છે.

રેલિંગના પથ્થરો પણ ઘણી જગ્યાએથી તૂટી પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. પુલ પર મોટા વાહનો પસાર થતા આ પુલ પર  ધ્રુજારીનો અનુભવાય છે.  તંત્ર રંઘોળા જેવા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!