GSTV
Home » News » અમરેલીમાં થયેલા વરસાદથી છાપરાની છતમાં રહેતા કેટલાય લોકોના રહેઠણો ઉજડ્યા

અમરેલીમાં થયેલા વરસાદથી છાપરાની છતમાં રહેતા કેટલાય લોકોના રહેઠણો ઉજડ્યા

બે દિવસ અગાઉ અમરેલીમાં થયેલા વરસાદથી માત્ર ખેતીને જ નુકશાન વેઠવાનો વારો આવ્યો નથી. સામાન્ય લોકોએ પણ પારવાર મુશ્કેલી વેઠવી પડી. તો છાપરાની છતમાં રહેતા કેટલાય લોકોના રહેઠણો ઉજડી ગયા.

ક્યાંક ધરાશાયી થયેલી દિવાલ.તો ક્યાંક છત પર હોવા જોઈએ તે ઉડીને ફેંકાઈ ગયેલા આ પતરાઓ. આ દ્રશ્યો છે અમરેલીના કે જ્યાં બે દિવસ પહેલા વરસેલા વરસાદનો કેર હવે સામે આવ્યો છે. ભારે પવન સાથે આવેલા વરસાદથી ખેતરમાં બનાવવામાં આવેલા મકાનોના છાપરા ઉડીને પડ્યા હતા.

આ દ્રશ્યો અમરેલીના નાની ગરમલી ગામની સીમના છે. કે જ્યાં વરસાદ બાદ અનેક સ્થળે પતરા છત પરથી ઉડી ગયા હતા. કેટલાક પશુપાલકોએ જ્યાં પશુઓ રાખ્યા હતા.તે ગમાણની દિવાલ ધરાશાયી થતા પશુઓ દટાયા હતા. જેમને માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા વરસાદમાં સાવરકુંડલની નાવલી નદીમાં પૂરના દ્રશ્યો સર્જ્યા હતા અને એક કાર તણાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સત્તાવાર ચોમાસા પહેલાના વરસાદમાં જ વરસાદની ધમકેદાર બેટિંગ જોવા મળી છે અને લોકો નુકશાન વેઠવા મજબૂર બન્યા છે.

Related posts

5થી 10 હજારના ભાડાપટ્ટે આ 10 દેશોમાં મળે છે જમીન, 5 લાખ હેક્ટરમાં ખેતી કરશે ગુજરાતીઓ

Mayur

બનાસકાંઠામાં કોલેજ બહાર યુવતીની મજાકના નામે છેડતી, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mayur

ગુજરાતના એસટી કર્મચારીઓની દિવાળી સુધરી, રૂપિયા 14 હજારનો પગાર વધીને 38 હજાર થયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!