GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

અમરેલી જિલ્લામાં મેઘો અનારાધાર! સાવરકુંડલા અને રાજુલામાં ભારે વરસાદને કારણે રસ્તા ડૂબ્યા પાણીમાં, નદીમાં થઈ નવા નીરની આવક

રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અમરેલી જિલ્લામાં મેઘો અનારાધાર વરસ્યો છે. અમરેલી જિલ્લા ના સાવરકુંડલામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેસર રોડ પર રિદ્ધિ-સિદ્ધિ ચોક, મહુવા ચોક,હાથસણી રોડ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોસાસટીના રસ્તા પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશી જોવા મળી.

  • સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
  • ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી
  • જેસર રોડ રિદ્ધિ સિદ્ધિ ચોક મહુવા રોડ હાથસણી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ
  • સોસાયટીના રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી
  • વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં ખુશી

અમરેલીના સાવરકુંડલામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેસર રોડ પર રિદ્ધિ-સિદ્ધિ ચોક, મહુવા ચોક, હાથસણી રોડ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોસાસટીના રસ્તા પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ને ખેડૂતોમાં ખુશી જોવા મળી.


ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસા પહેલાનું પૂર આવ્યું છે, નદીની આસપાસના ખેતરો પાણીથી તરબળો થયા હતા. અમરેલી શહેરમાં મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ફક્ત 25 મિનિટમાં પોણો ઈંચ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. શેત્રંજી નદીમાં નવા નીર આવતા લોકો પુલ પર રોકાઈને પાણી જોવા ઉમટી પડ્યા હતા.

  • સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ
  • ઘોઘમાર વરસાદ ને પગલે શેત્રુંજી નંદીમા પાણી આવ્યુ
  • ઘોબા થઈ ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદી ના પાણી ફરી વળ્યું
  • ઉપર વાસમાં સારા વરસાદને કારણે શેત્રુંજી મા પુર આવ્યુ
  • અમરેલી જિલ્લામા સારા વરસાદને કારણે ખેડૂતો મા ખુશી નો માહોલ

સતત વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોએ વાવણી કરી હતી અને આ વાવણીલાયક વરસાદ વરસતા તેઓ પણ ઝૂમી ઉઠ્યા હતા.

READ ALSO

Related posts

જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ

Zainul Ansari

નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર

Zainul Ansari

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari
GSTV