GSTV
Gujarat Government Advertisement

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, વરસાદને કારણે ચેકડેમો, નદી- નાળાઓ છલકાયાં

વરસાદ

Last Updated on July 6, 2020 by pratik shah

અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ દિવસ દરમિયાન વરસાદ બાદ મોડી રાત્રે લાઠી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અમરેલી જિલ્લામાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે નદી નાળાઓ છલકાયાં હતા.

શેત્રુંજી નદીમાં પાણીની ભરપૂર આવક

ઉલ્લેખનીય છે કે સતત પડી રહેલા વરસાદને પગલે નદીઓ પાણીની વ્યાપક આવક થઇ.. તો અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પાણીની ભરપૂર આવક થતા પુરની પરિસ્થિતિ સર્જાઈ. લોકોના ટોળા નદીના પુરને જોવા ઉમટી પડ્યા.

વરસાદને કારણે નદી નાળાઓ છલકાયાં

અમરેલી જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. વડીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લીધે આજુબાજુના ગામોના ચેક ડેમો નદી નાળા છલકાયા. ભારે વરસાદને પગેલ વડીયાના સુરવો ડેમમાં નવા નીરની આવક થઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!