GSTV
Home » News » અમરેલીની આ સરકારી હોસ્પિટલમાં વિચારી શકો તેટલી બધી જ અસુવિધાઓ છે

અમરેલીની આ સરકારી હોસ્પિટલમાં વિચારી શકો તેટલી બધી જ અસુવિધાઓ છે

અમરેલી જિલ્લાના સરકારી હોસ્પિટલમાં જતાની સાથે જ ગંદકી દેખાઈ આવે છે. દવાખાનામાં સરકાર દ્વારા કોઈ દવા જ ફાળવાતી  ના હોય તેમ દર્દીઓને પ્રાઇવેટ મેડિકલમાંથી દવાઓ ખરીદવી પડે તેવો દર્દીઓનો આક્ષેપ છે. સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત હોવાના કારણે દર્દીઓ અમરેલી સુધી ધક્કાઓ ખાવા પડી રહ્યા છે.

લાઠીની સિવિલ હોસ્પિટલમાં જ્યાં નજર કરો ત્યા ગંદકી જ દેખાઇ રહી છે. હોસ્પિટલમાં રહેલી ગંદકીએ સરકારના સ્વચ્છતાના દાવાઓની  પોલ ખોલી છે. આ હોસ્પિટલમાં જાણે કેટલાય વર્ષોથી કોઈ સાફસફાઈ કરાઇ ન હોય તેવા દ્રશ્યો દેખાઇ રહ્યાં છે. દર્દીઓના વોર્ડની આસપાસની બારીઓમાં પણ ભારે ગંદકી જોવા મળે છે.

હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ અને પાનની ચકારીઓના ધબ્બા નજરે પડે છે. આ હોસ્પિટલમાં ઠંડા પાણીની વ્યવસ્થા તો કરાઈ છે. પંરતુ ઠંડા પાણીના મશીનની સાફસફાઈ ન થતી હોવાને કારણે તેના પર લીલ જામેલી દેખાઈ આવે છે. સાથો સાથ હોસ્પિટલનું બિલ્ડિંગ પણ જર્જરિત નજર આવી રહ્યું છે.

આ હોસ્પિટલમાં રોજની 250 થી 300 જેટલા ઓપીડી કેસો આવે છે. 30 થી 35 પેશન્ટો અહીં દાખલ હોય છે. આ હોસ્પિટલમાં 52 ગામોના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે અહીં ટોટલ 3 મેડિકલ ઓફિસરો જ ફરજ બજાવે છે.

આ હોસ્પિટલમાં સ્પેશિયાલીસ્ટ સર્જન ડોકટરની ઘટ જોવા મળે છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓને સરકારી દવાખાનામાંથી દવા આપવાને બદલે બહારના મેડીકલમાંથી દવા લાવવી પડે છે. જેથી દર્દીઓ માટે પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાય છે.

Read Also

Related posts

અમદાવાદના યુવકને OLX પર ipad વેચવું પડ્યું ભારે, જમા થવાના બદલે 10,000 રૂપિયા કપાઈ ગયા

Dharika Jansari

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!