GSTV

ખાખરાના ઝાડ પર ચઢતા સિંહનો VIDEO VIRAL !

Last Updated on March 21, 2018 by

શું જંગલના રાજા સિંહને તમે ક્યારેય ઝાડ પર ચઢતો જોયો છે ? ગરમીથી બચવા સિંહ પણ ઝાડનો આશરો લેવા લાગ્યો છે. સામાન્ય રીતે સિંહ ઝાડ પર ચઢી શકતા નથી. દીપડો સહેલાઈથી ઝાડ પર ચઢી શકે છે,  પરંતુ સિંહ નહીં. જોકે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. અને આ ગરમીમાં માણસોની સાથે અબોલ જીવો પણ પાણી અને છાંયડા માટે વલખા મારી રહ્યા છે. ગરમીના કેરથી જંગલનો રાજા પણ ત્રસ્ત છે. ત્યારે આગ ઓકતી જમીન અને માથુ ફાડી નાંખતી ગરમીથી રાહત મેળવવા ગીરના જંગલમાં સિંહ ઝાડનો સહારો લઈ રહ્યા છે. ખાખરાના ઝાડ પર ચઢતા સિંહનો વિડીયો વાયરલ થયો છે. સામાન્ય રીતે આફિકાના જંગલમાં સિંહો વૃક્ષ પર ચડતા હોય છે પણ ગીરના સિંહો વૃક્ષો પર ચડે તે પહેલીવાર જોવા મળ્યું છે. વાયરલ થયેલા વિડીયોનું સ્થળ ગીરનું જંગલ હોવાનું અનુમાન છે. આવી ઘટના ભાગ્યે જોવા મળે છે. વીડિયોમાં સિંહ ઝાડ પર ચઢવા-ઉતરવાની સાથે પાણીના હોજ પાસે આરામ ફરમાવતો જોવા મળે છે.

 

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!