GSTV
Home » News » અમરેલી : પાંચ દિવસથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ મળતો નથી

અમરેલી : પાંચ દિવસથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ મળતો નથી

અમરેલીના બાબરા માર્કેટિંગયાર્ડમાં મગફળીના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોએ હંગામો મચાવ્યો. છેલ્લા પાંચ દિવસોથી ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ મળતો નથી. જેથી ખેડૂતોએ ન્યાય આપોના નારા લગાવ્યા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે, એસએમએસ આવ્યાને પાંચ દિવસ થયા હોવા છતાં ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી નથી. યાર્ડમાં મગફળી લઈને આવતા ખેડૂતોને વાહનોનું ભાડું માથે પડે છે. ત્યારે ખેડૂતો યોગ્ય સમયે મગફળી ખરીદવાની માગ કરી રહ્યા છે.

રાજ્યમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી મામલે કૃષિ પ્રધાન આરસી ફળદુએ પ્રતિક્રિયા આપી છે. આરસી ફળદુએ જણાવ્યુ કે, શરૂઆતમાં મગફળી ખરીદીમાં ખેડૂતોને થોડી અગવડતા પડી હતી. પરંતુ બાદમાં ખેડૂતોની મગફળી ખરીદવાની પ્રક્રિયામાં ગતિ આવી છે. અત્યાર સુધીમાં 6 લાખ 75 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.

આરસી ફળદુએ વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. કેટલાક ખેડૂતોની મગફળીના સેમ્પલ ફેલ થયા છે. પરંતુ આવા ખેડૂતોને થોડી રાહત આપીને તેની મગફળી ખરીદી જોઈએ.

READ ALSO

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!