અમરેલી શહેરમાં રખડતા ઢોર મુદ્દે ડબલ મર્ડરના આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા રખડતા પશુઓને ઝડપી પાડી પાંજરાપોળ ખાતે મોકલવાની ઝુબેંશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુબેશ અંતર્ગત બે દિવસ પહેલા રાત્રીના સમયે રખડતા પશુઓની બાતમી આપનાર બે લોકોની હત્યા કરવામાં આવી હતી.બે દિવસ પહેલા પશુઓની બાતમીનું મનદુઃખ રાખીને પશુપાલકોમાં મારામારી થઇ હતી.જેમાં ગોવિદભાઈ ત્રાડ અને ક્ર્શનભાઈ મકવાણાને શહેરના જ પાંચુભાઇ રાતડીયા અને તેમના સાગરીતોએ વોટ્સઅપ ગ્રુપમાં ગાળો આપી હતી.

જે બાદ અમરેલીના જીવાપરા ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ગોવિદભાઈ અને કરશનભાઇ સાથે પશુપાલકોને બોલાચાલી થઇ હતી.બોલાચાલી ઉગ્ર બનતા પશુપાલકોએ આ બન્ને લોકો પર હુમલો કર્યો હતો.જેમાં ગોવિંદભાઈ અને ક્ર્શનભાઈનું મોત થયું હતું.ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીઓને ઝડપી પાડયા છે.
Read Also
- ભારતનાં દોસ્તને પોતાની તરફ ખેંચી રહ્યુ છે પાકિસ્તાન, વર્લ્ડ બેંક સાથે કરી આ ડીલ
- સુરતમાં ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છાત્રને નથી મળી સરકારી નોકરી, છે આ ઉપાધી કારણ
- વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને, ડ્રાઈવર દારૂ પી ને…
- અમદાવાદ: BRTS કોરિડોરમાં અકસ્માત રોકવા એએમસીનો નવો પ્રયોગ, 288 ગેટ લાગશે
- અક્ષય કુમાર અને દલજીત દોસાંજે કર્યો લેબર પેનનો અનુભવ, શેર કર્યો વીડિયો