મહા વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યોં છે ત્યારે અમરેલી જીલ્લાનું તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક એ ખાસ વાત કરતા જણાવ્યું કે જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા ગામના સરપંચો અને તલાટી મંત્રીઓને એલર્ટ કરી દેવાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે. હાલ માછીમારોની તમામ બોટ કિનારા પર લાંગરી દેવામાં આવી છે. આમ છતાં પણ મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સતત પેટ્રો લિંગ પણ ચાલુ છે.
READ ALSO

- દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ
- વડોદરા/ સયાજી હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષે શરૂ કરાવ્યું રસીકરણ અભિયાન, જિલ્લામાં અન્ય 10 સ્થળે શરૂઆત
- એક વર્ષ પહેલા સરકારે કરેલી જાહેરાત ભૂલી ગયા, વડોદરામાં વીજકર્મીઓએ કર્યો સરકાર સામે દેખાવ
- પતિએ મિત્રોની સાથે મળી પોતાની પત્ની પર જ કર્યો ગેંગરેપ, લોખંડના દરવાજા સાથે બાંધી દીધા હતા પગ
- સૌરાષ્ટ્રમાં રસીકરણનો પ્રારંભ, રાજકોટમાં કૃષિમંત્રીની હાજરીમાં અભિયાનની શરૂઆત