GSTV
Gujarat Government Advertisement

અમરેલીમાં બેકાબુ કોરોના સંક્રમણ / તંત્રએ એકસાથે 12 ગામડાંઓને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા

Last Updated on April 19, 2021 by Dhruv Brahmbhatt

અમરેલી જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા તંત્રએ 12 ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. છેલ્લાં એક અઠવાડિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે મોટા આંકડીયા, વડેરા, વાંકીયા, વરૂડી, કોટડાપીઠા, હામાપુર, ધારી, ટીંબી, મોટી કુંકાવાવ, વડીયા, મતીરાળા, મોટા લીલીયા સહિત 12 ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ તમામ ગામમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુને બાદ કરતા સંપૂર્ણ દુકાનો બંધ રહેશે.

રાજ્યમાં કોરોનાના નવા 11 હજાર 403 કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો વધતા લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન તરફ જઇ રહ્યાં છે. નોંધનીય છે કે, રાજ્યમાં આજ રોજ રાજ્યમાં કોરોનાના નવા 11 હજાર 403 કેસો નોંધાયા છે. જેને સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજ રોજ નવા 117 લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 4258, સુરતમાં 2363, રાજકોટમાં 761 અને વડોદરામાં 615 નવા કેસો નોંધાયા છે.

કુલ 5494 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 117 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 30, રાજકોટમાં 10 અને વડોદરામાં 11 દર્દીઓ સહિત આજ રોજ નવા 117 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5494 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68 હજાર 754એ પહોંચી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4179 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 41 હજાર 724 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 68 હજાર 754 એ પહોંચી છે. જ્યારે 341 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 68 હજાર 413 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!