અંતિમ ઘડીએ ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર ભાજપના અમરેલીના નેતાઓ સાથે ચાની ચૂસકી મારવી પરેશ ધાનાણીને ભારે પડી શકે છે. ભાજપની ગેમમાં ધાનાણી આબાદ ભેરવાઈ ગયા છે. વાંકા વળીને ભાજપના નેતાઓને સલામ કરતાં પરેશ ધાનાણી ભલે પોતાના સંસ્કાર ઉજાગર કરતા હોય પણ રાજકારણમાં તમારી ગેમ થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકરોમાં સીધો એવો મેસેજ ગયો છે કે આ તો જીતીને પણ એમના થઈ જવાના છે તો જીતાડવાના કેમ?

પરેશ ધાનાણી માટે આ વખતે અમરેલીની ચૂંટણીની ટફ હોવાની વચ્ચે ભાજપે આજે એમની ગેમ કરી નાખી
ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાને પછાડવા માટે રાતદિવસ નેતાઓ માટે મહેનત કરી રહ્યાં છે. એકબીજાની રેલી સામ સામે આવે તો પણ ઘણા કાર્યકર્તાઓ એકબીજા સાથે નજર મિલાવતાં નથી. હાલમાં ચૂંટણી એ નેતાઓ નહીં પણ કાર્યકરો વચ્ચે લડાઈ રહી છે. છેલ્લી 2 ટર્મથી વિજેતા બનતા પરેશ ધાનાણી માટે આ વખતે અમરેલીની ચૂંટણીની ટફ હોવાની વચ્ચે ભાજપે આજે એમની ગેમ કરી નાખી છે.

હાલમાં કતલની રાતનો સમય છે ક્યાંથી વોટ તોડી લાવવા એનું આયોજન કરવાનો સમય છે. ત્યારે કોંગ્રેસના અમરેલી વિધાનસભાના ઉમેદવાર ભાજપના નેતાઓ સાથે ગપ્પાબાજી કરી રહ્યાં છે. પરેશ ધાનાણી અને પોતાના નાના ભાઈ શરદ ધાનાણી સાથે ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેનો સીધો મેસેજ આજે અમેરલી કોંગ્રેસમાં નેગેટિવ ગયો છે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય