GSTV
Home » News » અમરેલી-બનાસકાંઠામાં સસ્તા અનાજની દુકાનમાં છેલ્લી હદ સુધી ચાલે છે ગેરરીતિ

અમરેલી-બનાસકાંઠામાં સસ્તા અનાજની દુકાનમાં છેલ્લી હદ સુધી ચાલે છે ગેરરીતિ

અમરેલીના ખાંભાના મોટાબારમણ ગામની બે સસ્તા અનાજની દુકાનોની તપાસમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું હતું. મોટાબારમણ ગામે એક લાખનો જથ્થો સિઝ કરાયો હતો. અને 1 સસ્તા અનાજની દુકાનનું લાઇસન્સ રદ કરાયું હતું. ગરીબોના મુખમાંથી કોળિયો આચકનાર સસ્તા અનાજના દુકાનદારનું લાઇસન્સ રદ કરાયુ હતું. પુરવઠા વિભાગની કામગીરીથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

તો આ તરફ થરાદના ખારાઘોડા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકની મનમાની બહાર આવી છે. બનાસકાંઠાના સસ્તા અનાજનો પુરવઠો રાજસ્થાનમાં કાળા બજારમાં વેચી મારવાના આક્ષેપ થયો છે. જેને લઈને થરાદ તાલુકાના ખારાઘોડા ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ગ્રામજનોએ માથાભારે સંચાલકનો પરવાનો રદ કરવાની માંગ કરવા રજૂઆત કરી. અગાઉ ત્રણ માસ માટે સસ્પેન્ડ થયેલા સંચાલકને થરાદ તાલુકા પુરવઠા અધિકારીએ કંટ્રોલ ફાળવી દેતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. ખારાઘોડા ગામના લોકોને પુરવઠાનું અનાજ મળતું નથી અને આ પુરવઠાનું અનાજ બારોબાર રાજસ્થાનમાં વેચી મારવાના આક્ષેપો કર્યા.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!