GSTV

અમરેલીના રોડ બન્યા એક્સિડન્ટ ઝોન, 2 દિવસમાં થયા 2 ગમખ્વાર અકસ્માત

અમરેલીના રસ્તાઓ જાણેકે અકસ્માત ઝોન બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં અમરેલીના 2 જુદા જુદા સ્થળોએ ભીષણ અકસ્માતો સર્જાયા છે. જેમાંથી એક અકસ્માતમાં શુભ પ્રસંગ પૂર્ણ કરીને આવતા પરિવારને અકસ્માત નડયો હતો તો અન્ય એક અકસ્માતમાં એક સાથે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે.

અકસ્માત

અકસ્માતમાં પરિવારનો આબાદ બચાવ

અમરેલીના લાઠી-ચાવંડ રોડ પર મિનિ બસ પલટી જતા અકસ્માત સર્જાયો. મિનિ બસનું ટાયર ફાટતાં બસે પલટી મારી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ. કોળી સમાજના લોકો અમરેલીથી સગાઇનો પ્રસંગ પૂર્ણ કરી ગઢડા જઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. બસમાં સવાર 25થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થતાં તેમને લાઠીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જે પૈકી 4 લોકોને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા.

ગઈકાલે થયા હતા 3ના મોત

ગઈકાલે રવિવારે ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. રાજકોટના ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલના પત્ની, પુત્રી અને સાળાનું અકસ્માતમાં મોત નીપજ્યું. મૃતકોના નામ ચેતનબેન ચરણસિહ ગોહિલ, ગરીમા ચરણસિંહ ગોહિલ અને ધનજયસિંહ ચુડાસમા છે. માંડવા – ઢસા વચ્ચે ભાવનગર રોડ પર આવેલ બ્રિજ આ ઘટના બની છે. આ પરિવાર કારમાં જઈ રહ્યા હતા તે સમયે આઈસર સાથે અકસ્માત થયો. મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં ગઢડા મામલતદાર, પીએસઆઈ, ડેપ્યુટી કલેકટર, રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગઢડા હોસ્પિટલ પહોંચ્યા..

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana

ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત

Pravin Makwana

રાહતના સમાચાર: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 11500 રૂપિયા સસ્તુ થયું છે સોનું, ફટાફટ જાણી લો આજના ભાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!