GSTV
Home » News » અબજોના કૌભાંડમાં ફસાયો મહેન્દ્ર સિંહ ધોની, આરોપી બનાવવા માટે કોર્ટમાં થઈ અપીલ

અબજોના કૌભાંડમાં ફસાયો મહેન્દ્ર સિંહ ધોની, આરોપી બનાવવા માટે કોર્ટમાં થઈ અપીલ

મહેન્દ્ર સિંહ ધોનીની મુશ્કેલીઓ વધતી નજરે આવી રહી છે. આમ્રપાલી બિલ્ડર વિરુદ્ધ કરવામાં આવેલી FIRમાં ફરિયાદકર્તાએ અબજો રૂપિયાના કથિત કૌભાંડમાં ધોનીનું નામ અપરાધી તરીકે નોંધવામાં આવે તેવી માગ કરી છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 27 નવેમ્બર, 2019ના રોજ નોંધવામાં આવેલી FIRમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

નોંધવામાં આવેલી FIRમાં આમ્રપાલી ગ્રુપ, તેના કર્તા-ધર્તા અનિલ કુમાર શર્મા, શિવ પ્રિયા, મોહિત ગુપ્તા વગેરેને અપરાધી તરીકે સામેલ કરવામાં આવ્યાં છે. એફઆઇઆરમાં ફરિયાદકર્તા રૂપેશ કુમાર સિંહ છે. FIR નંબર 265ને આઇપીસીની ધારા 406/409/420/120બી અંતર્ગત દાખલ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસની ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અને FIR અનુસાર, ગ્રાહકોને લાલચ આપીને અબજો રૂપિયા ચાઉ કરી જનાર આમ્રપાલી બિલ્ડરે એમએસ ધોનીનાં નામનો પણ ઉપયોગ કર્યો છે. તેને આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર એટલા માટે બનાવવામાં આવ્યો કારણ કે ધોનીના નામ પર સરળતાથી લોકોની પરસેવાની કમાણી સરળતાથી ચાઉ કરી શકાય.

ફરિયાદકર્તા રૂપેશ કુમાર સિંહે જણાવ્યું કે, મે આમ્રપાલી દ્વારા કરવામાં આવેલા આ કૌભાંડમાં FIR નોંધાવી છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. રૂપેશ કુમારે જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે પણ તે વાત સ્પષ્ટ કરી છે કે આરોપીઓએ આ પ્રોજેક્ટસને અજાણ્યા લોકોને ગેરમાર્ગે દોરીને ઠગવા માટે જ લૉન્ચ કર્યો હતો. જેમાંથી એક હું પણ છું.

ફરિયાદકર્તાએ FIRમાં લખાવ્યું છે કે અબજો રૂપિયાના આ કૌભાંડમાં બેન્ક, ગ્રેટર નોઇડા ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણની પણ મીલીભગત છે. ગ્રેટર નોયડા ઓથોરિટીએ 10 ટકા પ્રિમિયમના બદલે આમ્રપાલીને પ્લોટ આપ્યા. તે બાદ ઓથોરિટીએ તે ન જોયુ કે બિલ્ડર ગ્રાહકોને કેવી રીતે ચૂનો લગાડી રહ્યો છે. બિલ્ડર ગ્રાહકો પાસેથી રકમ વસૂલતો રહ્યો પરંતુ તેણે ઓથોરિટીમાં રૂપિયા જમા ન કરાવ્યા. તે બાદ પણ ગ્રેટર નોએડા ઓથોરિટીએ મૌન સેવી રાખ્યુ.

FIR અનુસાર, આમ્રપાલી બિલ્ડર હજારો લોકો પાસેથી 90 ટકા સુધીની રકમ વસૂલી ચુક્યો છે. તેમ છતાં હજુ ફ્લેટનો કોઇ પત્તો નથી.

Read Also

Related posts

શું તમે કેન્ડલ લાઈટ ડિનર પર વારંવાર જાવ છો? તો આ ભોજન બની શકે છે મોતનું કારણ? જાણો કંઈ રીતે

Mansi Patel

ધરતી પરની એક જગ્યા જેના પર કોઈ દેશનો નથી અધિકાર, એક ભારતીય બન્યો હતો આ દેશનો “રાજા”

pratik shah

મંદીના અજગર ભરડા પર રઘુરામરાજન બોલ્યા, ‘વડાપ્રધાનના મંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!