GSTV
Home » News » મહેન્દ્રસિંહ ધોની ફસાયો : 42 કરોડ રૂપિયા વસૂલવા આ ગ્રાહકો સુપ્રીમમાં પહોંચશે, ફી પેટે મળી છે રકમ

મહેન્દ્રસિંહ ધોની ફસાયો : 42 કરોડ રૂપિયા વસૂલવા આ ગ્રાહકો સુપ્રીમમાં પહોંચશે, ફી પેટે મળી છે રકમ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા આમ્રપાલી ગ્રુપના હાઉસિંગ પ્રોજેક્ટ અટકી ગયા છે. હવે હોમબાયર્સની સુપ્રીમ કોર્ટ પાસે માંગ છે કે મહેન્દ્રસિંહ ધોની પાસેથી 42.22 કરોડની વસૂલવામાં આવે.હોમબાયર્સ SCમાં અર્જી કરવાના છે કે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને આ ગૃપે 42 કરોડની ફી આપી છે,તેની વસુલાત કરવામાં આવે.

23 જુલાઇના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એમ કહેવામાં આવ્યું હતું કે આમ્રપાલી ગ્રુપે તેના બ્રાન્ડ એમ્બેસેડર કરીકે ધોનીને 42.22 કરોડ ચૂકવ્યાં છે અને આ ચુકવણી ધોનીની માલિકીની કંપની રીતી સ્પોર્ટ્સને કરવામાં આવી હતી. કોર્ટે આમ્રપાલી અધિકારીઓને કહ્યું હતું કે પૈસા કોર્ટમાં જમા કરાવવા આવે. જોકે, કોર્ટે ધોની પર કોઈ ટિપ્પણી કરી નથી.

હોમબ્યુઅર્સ એડવોકેટ એમ.એલ. લાહોતીએ કહ્યું કે તે સુપ્રીમ કોર્ટની માંગ કરશે કે ધોનીને રૂપિયા પરત આપવા સૂચના આપાઇ. 23 જુલાઇના ચુકાદાની વાત કરતા લાહોટીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે કંપનીના મેનેજમેન્ટે આમ્રપાલી અને રીટ સ્પોર્ટ્સ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવા માટે કરાર કર્યો હતો અને આ રકમ વસૂલાવી જોઈએ.

શુક્રવારે આ મામલે સુનવણી થવાની હતી પરંતુ હવે એ સુનવણી 16 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. એવું જોવા મળ્યું છે કે આમ્રપાલીની સહયોગી કંપની સફાયર ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડે 6.52 કરોડ ચૂકવ્યા હતા. જો કે, 2009 થી 15 ની વચ્ચે, આમ્રપાલી ગ્રુપે રીટ સ્પોર્ટ્સને કુલ 42.22 કરોડ ચૂકવ્યા. ઓડિટર્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીએમડી અનિલ શર્માની સહમતી પર ચુકવણી રીટી સ્પોર્ટ્સને કરવામાં આવી હતી.

dhoni csk game

આ ઉપરાંત અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈપીએલ 2015 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમિયાન આમ્રપાલીના લોગો પ્રદર્શિત કરવા અંગે કરાર થયો હતો, જોકે તે પ્લેન પેપર ડિલ હતી જે ફક્ત આમ્રપાલી અને રીતિ સ્પોર્ટ્સ વચ્ચે હતો. હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કોઈ પણ અધિકારીએ તેના પર સહી કરી ન હતી.

Read Also

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!