ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AMNS ઈન્ડિયા) રાજ્યમાં છ અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં રૂ. 1,66,000 કરોડનું રોકાણ કરશે. સુરતના હજીરા ખાતે કંપનીનો સ્ટીલ પ્લાન્ટ છે. રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૂચિત રોકાણ અંગે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર પર કંપની વતી અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને તેના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.

ગાંધીનગરમાં આ કરાર પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. નિવેદન અનુસાર, સ્ટીલ કંપની હજીરા ખાતે ખાનગી ઉપયોગની જેટીના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે રૂ. 4,200 કરોડનું રોકાણ કરશે અને હજીરા પ્લાન્ટની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વર્તમાન 8.6 મિલિયન ટનથી વધારીને વાર્ષિક 18 મિલિયન ટન કરવા માટે રૂ. 45,000 કરોડનું રોકાણ કરશે.

આ ઉપરાંત, કંપની સુરતમાં સુવાલી ખાતેના તેના પ્લાન્ટના વિસ્તરણ માટે રૂ. 30,000 કરોડ અને સુરતમાં કિડિયાબેટ ખાતે સુરત સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ વિકસાવવા રૂ. 30,000 કરોડનું રોકાણ કરશે. આ કરારથી ગુજરાતમાં કરોડોનું રોકાણ થશે અને ગુજરાત વિકાસમાં એક કદમ આગળ વધશે.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન