GSTV
Health & Fitness Life Trending

સ્વાસ્થ્યવર્ધક/ આ સમસ્યાઓમાં અત્યંત લાભકારી છે આમળાનો મુરબ્બો, મળશે આ 7 ગજબના ફાયદા

આમળા

આમળાનો મુરબ્બો સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તેમાં વિટામિન સી, આયર્ન, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન એ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પેટ સંબંધિત સમસ્યાઓથી લઈને બ્રેન હેલ્થ સુધી, તેનું સ્કીન અને હાર્ટ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

પાચન તંત્ર માટે

જો તમને કબજિયાતની સમસ્યા હોય તો આમળાના મુરબ્બાનું સેવન કરો. તેના સેવનથી તમને અપચો અને પેટની સમસ્યામાં ફાયદો થશે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમને એસિડ રિફ્લક્સની સમસ્યામાં રાહત આપે છે.

આમળા

હાર્ટ હેલ્થ માટે

આમળામાં કોપર અને ઝિંકની સાથે ક્રોમિયમ મળી આવે છે. તે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરીને હૃદયના રોગોને નિયંત્રિત કરે છે. આમળાનું સેવન બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ સેલ્સમાં આવેલા સોજાને દૂર કરવામાં પણ અસરકારક છે. તેના સેવનથી તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થશે.

હિમોગ્લોબિન લેવલ વધારવામાં મદદ કરે

જો હિમોગ્લોબિન ઓછું હોય તો આમળાના મુરબ્બાના સેવનથી તમને ફાયદો થશે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેનાથી તમને ફાયદો થશે. આમળાના મુરબ્બાનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન વધુ પડતા રક્તસ્રાવ અને દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

સ્કીન માટે

આમળાના મુરબ્બાની અંદર વિટામિન સી અને વિટામિન ઇ મળી આવે છે. તેમાં એન્ટી એજિંગ ગુણો છે જે ત્વચા પર કરચલીઓની સમસ્યાને દૂર કરે છે.

આમળા

અલ્સરની સમસ્યામાં

આમળામાં ફાઈબરનું પ્રમાણ હોય છે. તેનાથી તમને પેટમા બળતરા, એસિડિટી અને અલ્સરની સમસ્યામાં રાહત મળશે. પેપ્ટીક અલ્સરની સમસ્યામાં આમળાના મુરબ્બાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

તણાવ દૂર કરે

આમળાના મુરબ્બાની અંદર એન્ટીઓક્સીડેન્ટ તત્વો મળી આવે છે જે શરીરની રક્ષા કરે છે. અનિદ્રાથી છુટકારો મેળવવા અને તણાવ દૂર કરવા માટે આમળાના મુરબ્બાનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

વજન ઘટાડવામાં મદદરૂપ

આમળાનો મુરબ્બો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેને રોજ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળશે.

GSTV

Read Also

Related posts

100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો

Akib Chhipa

દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન

Hardik Hingu

અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?

Hardik Hingu
GSTV