દિલ્હી, નોઈડા, ગુડગાંવ સહિત વર્તમાન સમયમાં ઉત્તર ભારતમાં મોસમમાં ફેરફાર થઈ રહ્યા છે. સાથે દેશમાં કોરોના વાયરસના કારણે પણ દહેશત ફેલાઈ ગઈ છે. જેથી આ મીક્સ સીઝનમાં ફ્લૂ, શરદી, ઉધરસ થવુ સામાન્ય બાબત છે. જેથી આ બીમારીઓ સામે લડવાનો સૌથી સરળ રસ્તો છે કે, શરીરના મજબૂત અને હેલ્દી બનાવવામાં આવે અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં આવે. જણાવી દઈએ કે, વિટામિન સી, શાકભાજી અને ફળોનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ
હવે વાત આવે છે રોગપ્રતિકારક શક્તિ માટે ફળો અને શાકભાજીઓની પસંદગી કરવાની, તો ઘણી વખત લોકોની પાસે સમય હોતો નથી. એવામાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવુ જ્યુસ જે ન તો માત્ર તમારી રોગપ્રતિકાર શક્તીને વધારે છે, પરંતુ સરળતાથી બની પણ જાય છે. આ જ્યૂસ તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, જે વર્તમાન સમયમાં શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાછે. આ જ્યૂસને બનાવવા માટે તમારે આંબળા, આદુ, ફુદીનાના પાન, કોથમીરના પાંદડાની જરુરિયા પડશે.
વિટામિન C થી ભરપૂર
કોથમીર અને ફુદીના પાનામાં વિપુલ પ્રમાણમાં વિટામિન C મળી આવે છે. ફુદીનામાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરનીના ગુણ મળી આવે છે. જે શરદી, ઉધરસમાં થતા બળતરાને ભગાવવામાં મદદ કરે છે. તો સાથે જ કોથમીરની વાત કરવામાં આવે તો, એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે. કોથમીરના પાંદડાઓમાં ડિટોક્સીફાઈંગ, એન્ટીબૈક્ટીરીયલ અને રોગપ્રતિકારક શક્તિને વધારવાના ઓયલ પણ મળી આવે છે.
આંબળા અને આદુ
નિયમિત રીતે આંબળાનો વપરાશ ખાવામાં કરવાથી શરીરમાં સફેદ રક્ત કોશિકાઓની સંખ્યા વધ છે, જેથી શરીરને સંક્રમણ અને બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. આંબળા, આયરન, કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે. તો સાથે જ આદુમાં જિંજરોલ પણ મળી આવે છે. જિંજરોલમાં એનાલ્જેસિક, સેડટિન, એન્ટીપાઈરેટિક અને એન્ટીબેક્ટીરિયલના ગુણ છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આદુ શરદી, ઉધરસ સિવાય બ્લડ શુગરને પણ કંટ્રેલ કરવામાં પણ ખૂબ જ સારુ છે.
આ રીતે બનાવો જ્યૂસ
- આંબળા, આદુ, કોથમીરના પાંદડા, ફુદીનાના પાંદડાને સારી રીતે ધોઈ લો.
- હવે બધી જ વસ્તુઓને એક સાથે જ્યૂસમાં ભેળવીને જ્યૂસ કાઢી લો.
- હવે આ જ્યૂસમાં સ્વાદપ્રમાણે મીઠું, મધ અને દળેલુ જીરુ નાખી પી લો.
નિયમિત રીતે આ જ્યૂસનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક વધે છે અને તમે ઓછા બીમાર પડો છો.જોકે, જે લોકોને કફ, ગળામાં બળતરા જેવી સમસ્યા છે, તે આ જ્યૂસનુ સેવન ન કરો.
READ ALSO
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…