અમજદખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખતરનાક વિલનના રૂપમાં ઓળખીતો હતો. તેણે ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કર્યો હતો પણ જે રોલ માટે હાલના સમયમાં પણ ઓળખાય છે તે છે શોલે ફિલ્મનો ગબ્બરનો રોલ. તેની પહેલી ફિલ્મમાં જ શાનદાર રોલ પ્લે કર્યો હતો. પણ આખી જિંદગી તે રોલની ક્ષત્રછાયામાં રહ્યા.

નિસંદેહ તેણે એક પછી એક જોરદાર ફિલ્મો કરી પણ શોલેના ગબ્બરના રોલની અસર જેટલી પ્રભાવશાળી હતી એટલી બીજા રોલમાં જોવા મળી નથી. અમજાદ ખાનની આજે પુણ્યતિથિ છે. તેમણે ફિલ્મ શોલેથી વધુ પોપ્યુલર બન્યા હતા, શોલેમાં કરેલો ગબ્બરનો રોલ આખી દુનિયામાં જાણીતો બન્યો. પણ મોટાભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે પહેલા આ રોલની ઓફર ડેની-ડેન્ઝોગપાને થઈ હતી.

પણ ડેની કંઈ ખાસ ન કરી શકતા પછી અમજદ ખાનને કાસ્ટ કરવામાં આવ્યા. એ ઉપરાંત પણ જયને રોલ કરનારા લેજેન્ડ્રી એક્ટર બિગ બીની પસંદગીનો રોલ ગબ્બર જ હતો. તે આ રોલ કરવા માગતા હતા. પણ આ રોલ તેમને ન મળ્યો અને અંતે તે અમજદ ખાનના હાથ લાગ્યો. અમજદ ખાનની ફેમિલી ફિલ્મો સાથે વર્ષોથી જોડાયેલી છે. મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે અમજદ ખાનના પિતા જયંત(જકારિયા ખાન) ફિલ્મોમાં વિલેનનો રોલ કરી ચૂક્યા છે.

જોકે અમજદ ખાનનો મોટો દીકરો શાદાબ ખાન તેના પિતાની જેમ કરિશ્મા કરી શક્યો નથી. તેને બીજો દીકરો સીમાબ ખાનને પણ એક્ટિંગ વિરાસતમાં મળી હતી, તેણે હિમ્મતવાલા અને હાઉસફુલ-2 સાજિદ ખાનને અસિસ્ટ ક્યો, પરંતુ તેનું મન ન લાગ્યું.

અમજદ ખાનની ફિલ્મોની વાત કરીએ તો તેણે શોલે ઉપરાંત કસમ ખૂન કી, પરવરિશ, ઈંકાર, કસમે વાદે, કાલિયા, નસીબ, યારાના, સત્તે પે સત્તા અને સતરંજ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અમજદ ખાનનો જન્મ 12 નવેમ્બર 1940માં પેશાવરમાં થયો હતો અને આજના દિવસે એટલે કે 27 જુલાઈ 1992ના રોજ હાર્ટ એટેકથી મોત થયું.
Read Also
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ