GSTV
Home » News » કોર્પોરેટર, ધારાસભ્યોઅે અમિતશાહને મળવા માટે ઘરે રીતસરની લાઇનો લગાવી

કોર્પોરેટર, ધારાસભ્યોઅે અમિતશાહને મળવા માટે ઘરે રીતસરની લાઇનો લગાવી

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપની બે દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પરંતુ પ્રથમ દિવસે જ તેઓએ પોતાના થલતેજ સ્થિત બંગલેથી બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. આ પહેલા સવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઘરે મુલાકાતોનો દોર ચાલ્યો હતો.  ભાજપના નેતા તેજશ્રીબહેન પટેલ, કમશી પટેલ, નિર્મલા વાધવાણી સહિતના ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. છેલ્લાં બે દિવસથી અમિત શાહને મળવા અાઈપીઅેસ અધિકારી, સંઘના કાર્યકરો, ભાજપના કોર્પોરેટરો અને નેતા્અોનો જમાવડો થયો છે. રીતસરની અમિતશાહને મળવા માટે લાઇનો લાગી છે. લોકસભાની ચૂંટણી નજીક અાવતાંની સાથે ભાજપમાં પણ લાંબિગની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.

  • અમદાવાદ અમિત શાહના ઘરે ભાજપના નેતાઅોની મુલાકાતો
  • તેજશ્રીબેન પટેલે અમિતશાહ સાથે કરી મુલાકાત
  • દીવ, દમણ, દાદરા નગર હવેલી, સેલવાસ લોકસભાની સમીક્ષા બેઠક

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપની બે દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પરંતુ પ્રથમ દિવસે જ તેઓએ પોતાના થલતેજ સ્થિત બંગલેથી બેઠકોનો દૌર શરૃ કર્યો હતો. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે કર્ણાટકમાં માજી મુખ્યમંત્રી યેદીયુરપ્પા કર્ણાટકની ખાસ અમિત શાહને મળવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. કર્ણાટકમાં માજી મુખ્યમંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વચ્ચે બંધ બારણે મીટીંગ ચાલી હતી. તેઓને શા માટે એકાએક અવળુ પડયું તેની કોઈ જ સ્પષ્ટતા ભાજપ દ્વારા કરાઈ નથી. જ્યારે જે ચર્ચા થઇ રહી છે તે પ્રમાણે કોંગ્રેસ સમર્થનવાળી જનતાદળની સરકારને ઉથલાવવા માટે મંજૂરી માગવા આવ્યા હતા કેમ કે કોંગ્રેસનાં જ કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો સતત ભાજપનાં સંપર્કમાં છે તેઓ ભાજપમાં આવવા પણ તૈયાર છે.

અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ યેદીયુરપ્પા પરત કર્ણાટક જવા રવાના

સમગ્ર ઓપરેશન કઇ રીતે પાર પાડવુ તેનું માર્ગદર્શન માગવા જ તેઓ અહીં આવ્યા હતા. અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ યેદીયુરપ્પા પરત કર્ણાટક જવા રવાના થઇ ગયા હતા. આ અગાઉ ભાજપનાં ધારાસભ્ય અને નરોડા પાટીયા કાંડમાંથી નિર્દોષ છૂટેલા ડૉ. માયાબહેન કોડનાની, પૂર્વ મેયર ગૌતમ શાહ અને ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે પણ અમિત શાહના બંગલે તેમની મુલાકાત કરી હતી. ઉપરાંત એટીએસનાં ડીસીપી આઈપીએસ અધિકારી હિમાંશુ પંડયા પણ અમિત શાહને મળ્યા હતા.

આખો દિવસ બંગલે મીટીંગોનો દૌર ચાલ્યો હતો. જેને પગલે ભાજપમાં જ વિવિધ આગેવાનો-નેતાઓ જુદી જુદી અટકળો કરી રહ્યા છે. જેમ કે ડૉ. કોડનાનીને સંગઠનમાં સારું પદ મળી શકે છે. અથવા તો લોકસભાની ચૂંટણીમાં પરેશ રાવલ કે અડવાણીની જગ્યાએ તેમને લડાવી શકાય છે. જ્યારે પૂર્વ મેયર ગૌતમ શાહને ઔડા કે અન્ય બોર્ડ નિગમોમાં મુકવામાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. જ્યારે આઈપીએસ હિમાંશુ શુક્લા વડાપ્રધાન મોદી અને અમિત શાહના વિશ્વાસુ અને નજીક માનવામાં આવે છે. આગામી દિવસોમાં થનારી આઈપીએસની બદલીના સંદર્ભમાં કોઈ વાતચીત થઇ હોવાની ચર્ચા છે.

ગુજરાત પ્રદેશ ભાજપની ચિંતન શિબિરમાં હાજર રહેલા અમિત શાહ આજે કમલમ ખાતે બેઠકો યોજી રહ્યા છે. આજે કમલમ ખાતે દીવ, દમણ, દાદરા નગર હવેલી, સેલવાસ લોકસભાની સમીક્ષા બેઠક કરવાના છે. આ ઉપરાંત હોદ્દેદારો-નેતાઓ સાથે પણ બેઠકોનો દોર ચાલશે. આજે ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાવવામાં આવેલી કટોકટીની વરસી છે ત્યારે  અમિત શાહ અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મીસાબંધુઓના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૯૭૫માં ઈન્દીરા ગાંધીએ દેશમાં લાદેલી કટોકટીમાં મિસાના કાળા કાયદા હેઠળ જેલવાસ ભોગવનારા મીસાબંધુઓનું અમિત શાહની હાજરીમાં સન્માન કરાશે.

  • અમિત શાહ અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મીસાબંધુઓના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  • પૂર્વ મેયર ગૌતમ શાહને ઔડા કે અન્ય બોર્ડ નિગમોમાં મુકવામાં આવે એવી શક્યતાઓ
  • આઈપીએસ હિમાંશુ શુક્લા વડાપ્રધાન મોદી અને અમિત શાહના વિશ્વાસુ અને નજીકના

ATSનો કોન્સ્ટેબલ ખાખી કવર લઇ અમિત શાહના બંગલે પહોંચ્યો
આઈપીએસ હિમાંશુ શુક્લ મુલાકાત કરીને ગયાના પોણો કલાક પછી એટીએસનો એક કોન્સ્ટેબલ ખાખી કવર લઇને અમિત શાહના બંગલે આવ્યો હતો. તેમણે આકવર શાહને આપીને નિકળી ગયો હતો. આ કવરમાં શું છે ? તેનો તાગ બધા મેળવી રહ્યા છે.

 

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!