GSTV

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

અમિતાભ ભલે જ કોરોના વાયરનો શિકાર થઈ ગયા પરંતુ તેમની ફિટનેસ જુવાનિયાઓને શરમાવે તેવી છે. સીનિયર બચ્ચને પોતાની ફિટનેસ અંગે એક દશકા પહેલાં પણ આ અંગેના રાઝ ખોલ્યા હતા.

એક દિવસ કસરત ના કરે તો આવે છે ગુસ્સો

બોલીવુડના શહેનશાહ પોતાની ફિટનેસને લઈને ઘણાં જ અવેર છે. આ વાતના પુરાવા અનેક વખત સામે આવ્યાં છે. કોરોના કાળ દરમિયાન પણ તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટ દેખાડે છે કે તેઓ ફિટનેસને લઈને ઘણાં જ અવેર છે. અમિતાભ પોતાના ફેન્સને તો સતત સુરક્ષિત રહેવાની અપીલ કરતા રહ્યાં છે. સાથો સાથ તેઓએ પોતાની તંદુરસ્તી અને તબિયતનું પણ પૂરું ધ્યાન રાખ્યું છે. 77 વર્ષના બીગ બી પોતાની તંદુરસ્તીને લઈને આજકાલથી નહીં પણ ઘણાં વર્ષોથી અવેર છે. બીગ બીએ પોતાની ફિટનેસના રાઝ થોડાં વર્ષો પહેલાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ખોલ્યા હતા. બીગ બીએ કહ્યું હતું કે તેઓ જો કોઈ દિવસ કસરત માટે નથી જઈ શકતા તો પોતાના પર ખુબ ગુસ્સો આવે છે.

રિયલ લાઈફમાં હંમેશા વ્યસનોથી રહ્યાં છે દુર

અમિતાભ બચ્ચન રીલ લાઈફમાં ભલે જ સિગારેટ અને શરાબનું સેવન કરતા નજરે પડતા હોય પરંતુ રિયલ લાઈફમાં આલ્કોહોલ, સિગારેટ કે ચા-કોફીનું પણ સેવન નથી કરતા. અમિતાભ પોતાને સ્વસ્થ રાખવા માટે માંસાહારનો પણ ત્યાગ કરી દીધો છે. અમિતાભ ફીટ રહેવા માટે ઘણું જ જતન કરે છે. અને એટલે જ ઉંમરના આઠમા દશકાની નજીક બીગ બી એક નવયુવાન શરમાવે તે એનર્જી ધરાવે છે.

Related posts

અમદાવાદના થલતેજમાં આવેલા સ્મશાનમાં એમ્બ્યુલન્સ એક સાથે બે ડેડબોડી લાવવામાં આવતા ખળભળાટ

Nilesh Jethva

ચીનનો ઇરાદો અમેરિકા સહિત વિશ્વનાં અન્ય દેશો પર આર્થિક, સૈન્ય અને ટેકનીકલ દ્રષ્ટીએ દબદબો બનાવવાનો

Nilesh Jethva

લ્યો બોલો ! કુતરાના 42 બચ્ચા માટે બે મહિલાઓ વચ્ચે થયો ખરાખરીનો જંગ, બંને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!