GSTV

અમિતાભ બચ્ચને પોતાના તાજેતરના કોવિડ રીપોર્ટ પર આપ્યો જવાબ, ટ્વીટ કરી જણાવી સાચી હકીકત

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિશે મીડિયામાં કેટલાક સમાચાર એવા આવ્યા હતા કે તેઓ કોવિડ-19ના સંક્રમણથી બહાર આવી ચૂક્યા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સમાચાર સાથે તેના ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ હવે અમિતાભ બચ્ચને ખુદે ટ્વિટ કરીને હકીકત જણાવી છે કે તેમનો કોવિડ -19નો રીપોર્ટ નેગેટીવ આવ્યો નથી.

તે એક અફવા હતી

ઘણી ટીવી ચેનલો એવા સમાચાર બતાવી રહી હતી કે અમિતાભ બચ્ચનનો સ્વેબ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ તેમને વધુ બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. પરંતુ અભિષેકને આજે સાંજે જ રજા આપવામાં આવશે. જોકે અમિતાભ બચ્ચનના ટ્વિટ દ્વારા તે સાબિત થયું છે કે તે એક અફવા હતી. અમિતાભ બચ્ચને એક ચેનલની ક્લિપ શેર કરીને ઠપકો આપતા લખ્યું કે, ‘આ સમાચાર ખોટા છે, બેજવાબદાર છે, નકલી છે અને અસત્ય છે.’

ધર્મનો પાઠ ભણાવ્યો હતો

છેલ્લા 12 દિવસથી અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લઈ રહ્યા છે. થોડા દિવસો પછી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને એક તસ્વીર શેર કરીને ધર્મનો પાઠ ભણાવ્યો હતો. અમિતાભ બચ્ચને તસ્વીર સાથે લખ્યું છે કે, ‘ધર્મ તો આ બંને હથેળીઓ બતાવે છે, જો તે બંને ભેગી થાય તો ‘પૂજા’ અને જો બંને ખુલ્લી થાય તો તેને ‘દુઆ’ કહેવામાં આવે છે.

READ ALSO

Related posts

પિતા પાસેથી પૈસા પડાવવા વલસાડના યુવકે રચ્યું ષડયંત્ર, સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!