GSTV

એશ્વર્યા અને આરાધ્યા કોરોના પોઝિટવ આવ્યા બાદ અમિતાભના 54 કર્મચારીને કરાયા ક્વોરન્ટીન

અમિતાભ બચ્ચન પરિવારમાં કામ કરનાર 28 લોકોને ક્વોરન્ટી કરવામાં આવ્યા છે. આ લોકો બચ્ચન પરિવારમાં કામ કરતા હતા અને પરિવારના સભ્યોને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હતા. હાઈ રિસ્ક કોન્ટેક્ટ હોવાના કારણે જલસા અને જનક બંગલા પર આ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે, જલ્દી જ આ 28 લોકોનો પણ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. તે સિવાય 26 કર્મચારી જે રિસ્ક કોન્ટેક્ટમાં છે, તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ

બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચન પછી હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના વાયરસના શિકાર બની ગયા છે. જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે, શ્વેતા નંદા અને તેના બે બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નંદાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

આજે સવારે બીએમસીએ બિગ બીના ચારેય બંગલાઓને સેનેટાઈઝ અને સીલ કરી દીધા છે. જેમાં પ્રતિક્ષા, જલસા, જનક અને વત્સનો સમાવેશ થાય છે. આજે સવારે બીએમસીની લગભગ 30 લોકોની ટીમ અમિતાભના બંગલાઓને સેનેટાઈઝ બનાવવા માટે પહોંચી હતી. બંગલાઓમાં સેનેટાઈઝ કાર્ય લગભગ 2 કલાક ચાલ્યુ હતુ. જુહુમાં તેના બે બંગલાની બહાર સુરક્ષા વધી ગઈ છે. કારણ કે લોકો ત્યાં ભેગા થવાનો પ્રયાસ કરી શકે છે.

એક રીતે, અમિતાભ અને અભિષેક નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તો, જલસામાં ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જલસામાં જ પરિવારના બાકીના સભ્યો એટલે કે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા પણ ક્વોરેન્ટાઇનમાં છે. જો કે, હજી સુધી તે જાણી શકાયું નથી કે આરાધ્યા અને ઐશ્વર્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે કે પછી તેઓને ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવશે.

ખાસ વાત એ છે કે આરાધ્યા અને ઐશ્વર્યામાં કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી. જ્યારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો બીજો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં અભિષેક અને અમિતાભ ફરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અમિતાભ બચ્ચનનું લેટેસ્ટ હેલ્થ અપડેટ આવ્યું છે. તેના ડોક્ટર અબ્દુલ અન્સારીએ કહ્યું કે, તેઓ રાત્રે સારી રીતે સૂઈ ગયા હતા. તેઓએ સવારે ઉઠીને નાસ્તો કર્યો છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ઓક્સિજનનું સ્તર પણ 91 થી 95 સુધી થઈ ગયુ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!