અમિતાભ બચ્ચન કારકિર્દીમાં પ્રથમ વખત સૂરજ બડજાત્યા સાથે ફિલ્મ કરવાના છે. પરિણામે બિગ બી અને બડજાત્યા બન્ને સાથે કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલમ્માં અમિતાભ બચ્ચન સાથે બીજા પણ દમદાર કલાકાર સાથે કામ કરશે. બડજાત્યાની આ ફિલ્મનું નામ ઊંચાઇ છે. જેમાં અમિતાભની સાથે બોમન ઇરાની, અનુપમ ખેર પણ જોવા મળવાના છે.

આ ઉપરાંત અન્ય એક કલાકાર પણ જોડાશે. સૂરજ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ કે, આ ફિલ્મની વાર્તા મિત્રતા પર આધારિત છે. આ ત્રણેય અભિનેતાઓ મિત્ર તરીકે રૂપેરી પડદે જોવા મળવાના છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યા પોતાના જીવનના અંગત અનુભવોના આધારિત બનાવી રહ્યા છે.
ફિલ્મ ઊંચાઇનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૧થી શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું શૂટિંગ ચાર-પાંચ મહિનામાં પુરુ થઇ જશે એવી આશા છે. ફિલ્મને ૨૦૨૨માં રિલીઝ કરવાનો પ્લાન છે. જોકે આ ફિલ્મ કયા લોકેશન પર શૂટ કરાશે તેની માહિતી મળી નથી. હાત તો આ ફિલ્મનું શૂટિંગ કઈ તારીખથી શરી થશે તે માહિતી મળી નથી. આશા છે કે દર્શકોને આ ફિલ્મ જલ્દી જોવા મળશે.
READ ALSO
- બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ
- કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ
- લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ
- વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ
- રશિયા બનશે વધું મજબૂત: માનવરહિત ઉભા કરી રહ્યુ છે ટેંક, અમેરિકા સુધી કરી શકે છે હુમલાઓ
