GSTV

29 દિવસની સારવાર બાદ ‘ગુરુભાઈ’ બચ્ચન થયા કોરોના મુક્ત, સિનિયર બચ્ચને વેલકમ નોટ લખી વ્યક્ત કરી ખુશી

મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાનાં સમાચાર સાંભળીને  ખુશ છે. આખરે લગભગ એક મહિના પછી અભિષેક બચ્ચનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ પ્રસંગે અભિનેતાએ એક વેલકમ નોટ લખવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી. અમિતાભ બચ્ચને આ શનિવારે બપોરે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું કે, ‘વેલકમ હોમ ભૈયુ.’

અમિતાભ બચ્ચને અન્ય એક ટ્વિટમાં લખ્યું, ‘અભિષેકનો કોરોના અહેવાલ નેગેટિવ આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે ઘરે જવા રવાના થઇ ચુક્યા છે. ભગવાન મહાન છે તમારી પ્રાર્થના અને દુઆઓ માટે આભાર.

શનિવારે અભિષેકે ડિસ્ચાર્જની આપી હતી માહિતી

અત્રે ઉલ્લેખનિય છે કે અભિષેક બચ્ચને શનિવારે તેમના ડિસ્ચાર્જની પુષ્ટિ કરી હતી અને ટ્વીટ કર્યું હતું કે ‘વચન તો વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19નો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું તેને હરાવીશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. મારા માટે ઘણું બધું કરનારા નાણાવટી હોસ્પિટલના ડોકટરો અને નર્સિંગ સ્ટાફને મારો આભાર.’

જુલાઈમાં બચ્ચન પરિવારને લાગ્યું હતું કોરોના સંક્રમણ

અભિનેતા અભિષેક બચ્ચનને જુલાઇમાં તેમના પિતા અમિતાભ બચ્ચન સાથે કોરોના વાયરસથી પોઝીટીવ હોવાનું જાણવા મળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2 ઓગસ્ટે અમિતાભ બચ્ચન સાજા થતા ઘરે આવી ગયા હતા જ્યારે અભિષેક હોસ્પિટલમાં જ હતા.

MUST READ:

Related posts

કોરોના ઇફેક્ટ/ 2024 સુધીમાં ચીન આ સેક્ટરમાં રાજ કરશે, એશિયાના માર્કેટને પડશે 2.5 લાખ કરોડ ડોલરનો ફટકો, ભારતને થશે સૌથી વધુ નુકસાન

Bansari

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!