GSTV

અમિતાભ બચ્ચનને પણ ખૂબ પસંદ આવ્યો પ્રિતમ વિદ્રોહી, લખ્યો એક પત્ર

Last Updated on August 29, 2017 by

આયુષ્માન ખુરાના, ક્રિતિ સેનન અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ને રિલીઝ થયાને 10 દિવસ થઇ ચૂક્યા છે. ત્યારે, આ શુક્રવારે 10 ફિલ્મો બૉક્સ ઑફિસ પર રિલીઝ થઇ છે, તે છતાં લોકો ‘બરેલી કી બર્ફી’ જોવા માટે થિયેટરમાં જઇ રહ્યા છે. ફિલ્મે અત્યાર સુધીમાં 23.92 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ ઓડિયન્સની સાથે સાથે ક્રિટિક્સને પણ ખૂબ પસંદ આવી રહી છે. ખાસ કરીને રાજકુમાર રાવની એક્ટિંગના વખાણ થયા, જેને ફિલ્મમાં પ્રીતમ વિદ્રોહીનું કેરેક્ટર પ્લે કર્યુ હતુ. લાખો દર્શકોની જેમ જ મહાનાયક અમિતાભ બચ્ચને પણ રાજકુમાર રાવની એક્ટિંગ પસંદ આવી, અને બિગ બીએ લેટર લખીને તેના કામના વખાણ કર્યા હતા.

આ અંગેની જાણકારી રાજકુમાર રાવે પોતાના ટિ્વટર પર આપી હતી. સોમવારે બિગ બીનો લેટર ટ્વીટ કરતા લખ્યુ, ”જ્યારે એક લેજેન્ડ તમને હેન્ડ રિટન નોટ આપે છે.. બચ્ચન સરને થેંક યૂ. તમે મારો દિવસ બનાવી દીધો. ખૂબ ખૂબ આભાર..” લેટરમાં બિગ બીએ લખ્યુ છે કે, ”આજે તમારી ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ જોઇ.. અદ્ભૂત! હું તમારા કામનો પહેલાથી પ્રશંસક રહ્યો છું પરંતુ આ ફિલ્મમાં તમારુ કામ વધારે સારું હતુ. મારી શુભકામનાઓ હમેશાં તમારી સાથે રહેશે…”

સોમવારે અમિતાભ બચ્ચને ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ ના ટિ્વટર પર વખાણ કર્યા હતા. ‘બરેલી કી બર્ફી’નું ડિરેક્શન અશ્વિની અય્યરે કર્યુ છે જે આ પહેલા ફિલ્મ ‘નિલ બટા સન્નાટા’ બનાવી ચૂકી છે.

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!