પુલવામા હુમલો : Big Bની દરિયાદીલી, શહીદ જવાનોના પરિવારોને કરશે આટલા કરોડની સહાય

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારોને મદદ કરવાનો નિર્ણય લીધો છે. અમિતાભ બચ્ચન શહીદ થયેલા દરેક જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ રીતે કુલ 2 કરોડ રૂપિયાની સહાય અમિતાભ બચ્ચન કરવા જઇ રહ્યાં છે.

જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાન શહીદ થઇ ગયાં છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે. સૌકોઇની આંખો ભીની છે અને અને આ જવાનોને નમન કરી રહ્યાં છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ આતંકી હુમલાથી દુખી છે. તેથી અમિતાભ બચ્ચને શહીદોના પરિવારોને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. એક અહેવાલ અનુસાર અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે કે બિગ બી દરેક શહીદ જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય કરશે. હાલ આ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનાથી દુખી અમિતાભ બચ્ચને પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધાં છે.

જણાવી દઇએ કે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા છે.  માનવતાને શરમસાર કરતી આ હરકતથી દેશભરમાં લોકોમાં આક્રોશ છે. બોલીવુડ સેલેબ્સે પણ આતંકી હુમલાની નિંદા કરી છે. અનેક સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમાં સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, અક્ષય કુમાર, જાવેદ અખ્તર, વિક્કી કૌશલ વગેરે સામેલ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter