GSTV

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડના મેગાસ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવાર સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. અભિતાભ બચ્ચનને હોસ્પિટલમાં ભરતી કરાવ્યાની કોઈ જાણકારી હાલમાં સામે આવી નથી. અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સામે આવતા તેમના ફેન્સમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને હું રિપોર્ટ કરાવવાની અપીલ કરૂ છુ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે ખુદ 77 વર્ષીય અમિતાભ બચ્ચને માહિતી આપી છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, મારો કોરોના પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છે. હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પરિવાર અને અન્ય સ્ટાફની તપાસ ચાલી રહી છે. તપાસના પરિણામોની રાહ જોવાઇ રહી છે. છેલ્લા 10 દિવસ જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને હું રિપોર્ટ કરાવવાની અપીલ કરૂ છુ.

અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શૂટિંગ કરી રહ્યા હતા

બિગ બી પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે જે તેમને પુરા કરવાના છે. હાલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અમિતાભની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેમા ચેહરે, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, ઝુંડ અને Uyarndha Manithanનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ દરમિયાન પણ બિગ બીની તબિયત લથડી હતી. આ ઉપરાંત અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શૂટિંગ પણ કરી રહ્યા હતા. તેમણે શોના પ્રોમો વીડિયો શૂટ કર્યા હતા અને એપિસોડના શૂટિંગની તૈયારી ચાલી રહી હતી.

લોકડાઉનના કારણે અમિતાભ બચ્ચન રૂટિન ચેકઅપ માટે જઈ શક્યા નહોતા. ત્યારે હવે માહોલ થોડો નોર્મલ થતાં અને તકલીફ થોડી વધતા શનિવારની સાંજે તેમને ડોક્ટરની સલાહ બાદ રૂટિન ચેકઅપ માટે નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

OMG ! આ અભિનેત્રીના ઘર સુધી પહોચ્યો કોરોના, સોસાયટીમાં થઈ બબાલ

મહામારી કોરોના વાયરસનો કહેર વધી રહ્યું છે. ભારતમાં આ જીવલેણ વાયરસે અત્યાર સુધીમાં લાખોથી પણ વધારે લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. તો તેનું સંક્રમણ ધીરે ધીરે બોલિવૂડમાં પણ ફેલાઈ રહ્યો છે.

રેખાનો ગાર્ડ કોરોનાથી થયો સંક્રમિત

તાજેતરમાં જ સમાચાર આવ્યાં છે કે અભિનેત્રી રેખાના ઘરનો એક ગાર્ડ કોરોના પોઝિટીવ આવ્યો છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે રેખાએ બાંદ્રા સ્થિત બંગ્લાની બહાર સિક્યુરીટી ગાર્ડ આખો દિવસ હાજર રહેતો હતો જે પૈકી એક ગાર્ડ કોરોનાથી સંક્રમિત થયો છે. ત્યારે મુંબઈના બીકેસી વિસ્તારમાં એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. એવામં બીએમસીએ રેખાના ઘરને સીલ કરી દીધું છે. તેની બિલ્ડીંગને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાઈ છે. તેની સાથે જ બીએમસીવાળાએ આસપાસના વિસ્તારને પણ સેનેટાઈઝ કરી રહ્યાં છે.

આ સેલેબ્રિટીના ઘર સુધી પહોંચી ચુક્યો છે કોરોના

ત્યારે આ પહેલા બોની કપુર, કરણ જોહર, આમીરખાનના ઘરના સહાયકો પણ કોરોના પોઝિટીવ આવ્યાં હતાં. જે હવે સ્વસ્થ છે. આમીરખાનના ઘરનો સમગ્ર સ્ટાફમાંથી 7 લોકો કોરોના પોઝિટીવ આવ્યાં હતા. જે જાણીને તેણે પોતાના ટ્વિટર હેંડલ ઉપર જાણકારી આપી હતી. આમીરના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ થયો પરંતુ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો સમગ્ર મહારાષ્ટ્રની વાત કરો તો અહીંયા કોરોના સંક્રમિતોની સંખ્યા 2,38,461 થઈ ચુકી છે.

Related posts

VIDEO/ લોકોને આ જગ્યા પર પહોંચતા વર્ષોના વર્ષ લાગી જાય તેટલી ઉંચાઈએ આ યુવતીએ કરાવ્યો દિલધડક ફોટોશૂટ

Pravin Makwana

VIDEO/ WWEની રીંગમાં રાખીની એવી ધોલાઈ કરી નાખી કે, સીધી હોસ્પિટલમાં ભરતી કરાવી પડી

Pravin Makwana

મોદી સરકારની દરખાસ્ત ખેડૂતોએ ફગાવી/ કૃષિ કાયદા રદ કરવાની માગ પર અડગ રહ્યા ખેડૂત સંગઠન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!