‘અમિતાભ બચ્ચન મને…’ પરવીન બાબીના આ ચોંકાવનારા ખુલાસાથી હચમચી ગઇ હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

70-80ના દશકમાં પરવીન બાબીની ઓળખ એક એવી બોલ્ડ એક્ટ્રેસ તરીકેની હતી જેના ચાર્મ અને સુંદરતા આગળ બીજી હિરોઇનો પાણી ભરતી હતી. નિર્માતા-નિર્દેશકથી લઇને તેના દોરનો દરેક મોટો સ્ટાર તેના હુનરના ચાહક હતાં. દરેક સ્ટાર સાથે પરવીને કામ કર્યુ હતું. અમિતાભ બચ્ચન સાથે તો પરવીનની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી.  બંનેએ સાથે અનેક હિટ ફિલ્મો આપી. આ દરમિયાન તેઓ રિલેશનમાં પણ આવ્યાં હતાં પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે અમિતાભ બચ્ચન પર પરવીને ગંભીર આક્ષેપ પણ કર્યા.

4 એપ્રિલ 1949માં ગુજરાતના જૂનાગઢમાં એક મિડલ ક્લાસ મુસ્લિમ પરિવારમાં જન્મેલી પરવીને આજેના જ દિવસે વર્ષ 2005માં દુનિયાને અલવિદા કહી દીધું હતું.

હિન્દી સિનેમામાં પરવીન બાબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે જાણીતી હતી. તે બોલીવુડની પહેલી એવી એક્ટ્રેસ હતી જેની તસવીર ટાઇમ મેગેઝીનના કવર પેજ પર છપાઇ હતી. પરવીનને હિ ન્દી સિનેમાની પહેલી સુપરસ્ટાર માનવામાં આવે છે. તેની સ્માઇલ, સુંદર આંખો અને માસૂમ ચહેરો આજે પણ લોકોના મનમાં ઘર કરી ગયો છે.

પરવીન બાબીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તે પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફના કારણે વધુ ચર્ચામાં રહેચી હતી. પરવીનનો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ ગુજરાતના જૂનાગઢમાં થયો હતો. પરવીનને સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી. જ્યારે પરવીન માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયું હતું.

1972માં મૉડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પરવીને 1973માં ‘ચરિત્ર’ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. જો કે આ ફિલ્મે તેને કોઇ ખાસ ઓળખ ન આપી.

તેના એક વર્ષ બાદ જ તેણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ મજબૂરમાં કામ કર્યુ. આ ફિલ્મથી તેની કારકિર્દી પાટે ચડી ગઇ અને તે હિન્દી સિનેમાની બોલ્ડ અભિનેત્રીઓમાં સ્થાન પામી.

સૌથી પહેલા પરવીનનું નામ ડેની સાથે જોડાયુ હતુ. તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે થોડા સમય બાદ તેઓ અલગ થઇ ગયાં હતા. બ્રેકઅપથી પરવીન ખૂબ જ દુખી હતી પરંતુ તેણે પોતાની જાતને સંભાળી લીધી હતી.

તે પછી તેમનું નામ કબીર બેદી સાથે જોડાયું. કબીર આધુનિક વિચારધારા ઘરાવતા હતા તેથી તેઓ લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશીપમાં રહ્યાં પરંતું તે પછી તેમનો આ સંબંધ લાંબો સમય ચાલ્યો નહી.

કબીર બેદી બાદ પરવીનનું નામ મહેશ ભટ્ટ સાથે જોડાયું. પરંતુ અહી પણ તેમને નિરાશા જ સાંપડી. અમિતાભ બચ્ચન સાથે આશરે 8 ફિલ્મોમાં કામ કરનાર પરવીને અમિતાભ બચ્ચન પર ગંભીર રોપ લગાવ્યા હતાં. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનથઈ મને જીવનું જોખમ છે. તેમણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો. કહેવામાં આવે છે કે 22 જાન્યુઆરી 2005ના રોજ જ્યારે પરવીને પોતાના ઘરનો દરવાજો ખોલ્યો નહી તો પોલીસને જાણ કરવામાં આવી. તે પછી તેમના ઘર માંથી તેમનું શબ મળી આવ્યું. કહેવામાં વે છે કે પરવીન બીમાર હતી અને તે માનસિક રોગી હતી જેનો ઇલાજ પણ શક્ય ન હતો. અંતિમ સમયમાં તે એકલી અને નિરાશ હતી.

એક સમયે ગ્લેમર્સ ગર્લ તરીકે ઓળખાતી પરવીન બોબીની લાઇફ પણ ડ્રગ્સના કારણે તબાહ થઇ ગઇ. ડાયરેક્ટર મહેશ ભટ્ટની સાથે બ્રેકઅપ બાદ પરવીન બોબીને એલએસડી જેવા જીવલેણ ડ્રગ્સ અને દારૂની લત લાગી ગઇ હતી. કહેવામાં આવે છે કે ડ્રગ્સના કારણે જ પરવીન બોબીનું મોત નિપજ્યું હતુ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter