GSTV

‘ગુનાહો કા દેવતા’ બનતા રહી ગયા હતા બિગ બી, ક્યારેય રિલીઝ થઈ નહીં તેમની બે ડઝનથી વધુ ફિલ્મો

Last Updated on October 14, 2020 by Mansi Patel

હિન્દી સિનેમામાં અમિતાભ બચ્ચનનું કદ અને રૂતબો જોતાં શું તમે માનો છો કે તેમની બે ડઝનથી પણ વધુ ફિલ્મો ક્યારેય રિલીઝ થઈ શકી નથી. નિર્માતાઓ માને છે કે આ ફિલ્મ સ્ટાર સાથે કામ કરવાથી તેઓ પોતાની કિસ્મત બદલી શકશે. તેના વિશે વિચારીને પણ અચરજ થાય છે કે આ સ્ટારની કેટલીક ફિલ્મોને રિલીઝ થતાં પહેલા જ બંધ કરવામાં આવી.  પરંતુ આ વાસ્તવિકતા છે. ખરેખર, અમિતાભ બચ્ચનની અનરિલીઝ ફિલ્મોની વાત તેમના શો ‘કૌન બનેગા કરોડપતિ’થી નીકળી.

અમિતાભ કૌન બનેગા કરોડપતિ (કેબીસી) દરમિયાન સામેની સીટ પર બેઠેલા સ્પર્ધકો સાથે ઘણી વાતો કરે છે. કેટલીકવાર તેઓ તેમના મનોબળને વધારવાની સલાહ આપે છે, તો કેટલીકવાર તેઓ અંગત જીવન વિશે થોડી ચર્ચાઓ કરે છે. સ્પર્ધકો સાથેની વાતચીત દરમિયાન બિગ બી ઘણીવાર પોતાના અંગત જીવનને લગતી આવી વાતો જણાવે છે, જે ભાગ્યે જ કોઈ જાણીતું હોય છે.

મહાનાયક

આવી જ રીતે અમિતાભે એક એપિસોડમાં કહ્યું હતું કે તેઓ ધર્મવીર ભારતીની પ્રખ્યાત રચના ‘ગુનાહો કા દેવતા’ પર આધારિત એક ફિલ્મમાં કામ કરવાના હતા. આ ફિલ્મમાં તેની સાથે જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું, બંને સાઇકલ પર શૂટ કરતા હતા, પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી અને આ વાતનું દુઃખ હજી પણ અમિતાભને છે. ડો. હરિવંશ રાય બચ્ચનના પુત્રનો અફસોસ સરળતાથી સમજી શકાય છે. ‘ગુનાહો કા દેવતા’ હિન્દી સિનેમાની ઉત્તમ રચના માનવામાં આવે છે.

અમિતાભ

આ સિવાય તેમની ઘણી ફિલ્મો રિલીઝ થઇ શકી નથી તેમાં દેવા, અપને પરાયે, સરફરોશ, શાંતારામ, રણવીર, આલીશાન, ટાઇગર, યાર મેરી જિંદગી, ખબરદાર, મેહરુન્નીસા, પાવર, નશા, તંદૂર, સેના, કુટુંબ, યુદ્ધ, મસીહા, બડા ભાઇ, રામ કી સીતા શ્યામ કી ગીતા, કેપ્ટન, બંધુઆ, કાયર, ગુલ્લી દંડા, તાલા-ચાબી, ઔકાત, આગ કા દરિયા જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

વાયરલ વિડીયો / જાતે પાણી ચાલુ કરીને પોપટે લીધી નહાવાની મજા! સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો વિડીયો

Vishvesh Dave

બોલિવુડ ગપશપ / સૈફ અલી ખાનને વારસામાં નથી મળ્યો ‘પટૌડી પેલેસ’, અભિનેતાએ કરી સ્પષ્ટતા

Zainul Ansari

વાયરલ વિડીયો / પથારીમાંથી ઉતરવા માટે બાળકે કર્યો એવો જુગાડ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- જહાં ચાહ વહાં રાહ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!