અમિતાભ બચ્ચન કોવિડ 19ના સપાટામાં આવતા મુંબઇની નાનાવટીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમણે ત્યાંથી તેમના ઇલાજ કરી રહેલા સંપૂર્ણ મેડિકલ સ્ટાફને દેવદૂત સમાન ગણાવ્યા હતા. ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા હતા. તેઓ હોસ્પિટલમાંથી હોસ્પિટલનું વિજ્ઞાપન કરી રહ્યા છે તેવો આક્ષેપ લોકો તેમના પર મુકી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર મહિલાએ કર્યા ટ્રોલ
સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેમને ટ્રોલ કર્યા હતા જેનો તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિતાભ બચ્ચને મહિલાની ટીપ્પણીનો જવાબ પોતાના બ્લોગ દ્વારા આપ્યો છે. તેમણે લખ્યું છે કે, મને તમારા પ્રેમાળ અને સમ્માનિત પિતા વિશે તેમજ તેમની સમસ્યા જાણીને મને ખરેખર દુઃખ થયું છે. હું બહુ નાની વયથી હોસ્પિટલોમાં વિવિધ સારવાર માટે જઇ રહ્યો છું.
T 3613 – I have tested CoVid- have been discharged. I am back home in solitary quarantine.
— Amitabh Bachchan (@SrBachchan) August 2, 2020
Grace of the Almighty, blessings of Ma Babuji, prayers & duas of near & dear & friends fans EF .. and the excellent care and nursing at Nanavati made it possible for me to see this day . pic.twitter.com/76jWbN5hvM
અમિતાભ બચ્ચને આપ્યો આ જવાબ
આપણે કોઇ પણ તકલીફની સારવાર માટે હોસ્પિટલમાં જતા હોઇએ ત્યારે આપણી કાળજી ડોકટરો, નર્સો, પરબંધક વગેરે લેતા હોય છે. હું હોસ્પિટલનો વિજ્ઞાપન નહોતો કરતો. મારી સારવાર અને કાળજી માટે હું તેમનો આભાર માની રહ્યો હતો અને હજી પણ માનું છું. મેં આ દરેક હોસ્પિટલના મેડિકલ સ્ટાફ માટે કર્યું છે. અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. હું આપણા દેશના ડોકટરોનું સમ્માન કરું છું અને એ કદી ગુમાવીશ નહીં. અભિનેતાની આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી છે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી