GSTV

આરાધ્યાએ જણાવ્યું શું કોરોનાનો અર્થ, દાદા અમિતાભ પ્રભાવિત થઈ ગયા

આરાધ્યા

બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન તાજેતરમાં જ કોરોના પોઝિટિવ થયા હતા અને હવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે. બિગ બીએ તાજેતરમાં જ કોરોનાના આ સમયગાળામાં આરોગ્ય અને સુરક્ષાના મહત્વ પર એક ટીવી શોમાં ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચને આ શો દરમિયાન તેમના અંગત જીવન અને તેમની પૌત્રી આરાધ્યા અંગે પણ વાત કરી હતી.

આરાધ્યા બચ્ચન અંગે આ વાત કરી

અમિતાભ બચ્ચને આ શોમાં કહ્યું હતું કે આરાધ્યાએ કોરોના વાયરસના વાસ્તવિક અર્થ અંગે મને જાણ કરી હતી. તેમણે કહ્યું કે મારી પૌત્રી આરાધ્યા કેબીસી જોઈ રહી હતી. તેણે કહ્યું કે તમને ખબર છે કે આ કોરોનાનો મતલબ શું છે. ખરેખર તો તે કોરોના નહીં પરંતુ કરો ના છે. તેનો અર્થ એ થાય છે કે ના કરો. મને આ વાત ગમી ગઈ હતી.

કોરોનામાંથી સાજા થયા બાદ અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડ પતિ શો હોસ્ટ કરી રહ્યા છે. આ શો અગાઉની સિઝનની માફક આ વખતે પણ એટલો જ લોકપ્રિય થઈ રહ્યો છે. બિગ બી ની કેટલીક ફિલ્મો પણ આવી રહી છે જેમાં ચેહરે, ઝુંડ અને બ્રહ્માસ્ત્રનો સમાવેશ થાય છે.

કોરોનાના સમયમાં અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા તથા તેની દિકરી આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Read Also

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!