GSTV

પુત્ર અભિષેક સાથે હસતા જોવા મળ્યા બિગ બી, ફોટો શેર કરીને કહી આ વાત

ગયા સપ્તાહે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાની ખબર પડતાં આખો દેશ ચિંતામાં મુકાયો હતો. તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનના પણ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા હતા. ત્યારબાદ ફેન્સે સમગ્ર પરિવાર માટે પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી હતી પરંતુ અમિતાભ બચ્ચને પણ તેના ફેન્સનો પ્રેમ જોઇને સોશિયલ મીડિયા પર તેમની સાથે સંકળાયેલા રહેવાનું નક્કી કર્યું.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરીને લોકોને તેમની હિંમતનાં ઉદાહરણો આપી રહ્યા છે. હવે તેમણે થોડા સમય પહેલા પોતાની અને અભિષેકની અદભૂત તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન ખૂબ જ  ખુશ જોવા મળી રહ્યા છે અને ખુશીથી હસી રહ્યા છે. આ તસ્વીર થોડા સમય પહેલાની જ લાગી રહી છે. પરંતુ આ તસ્વીર જોઈને સમજી શકાય છે કે આ દિવસોમાં અમિતાભ બચ્ચન પણ તેમના જીવનની ખુશીની પળોને યાદ કરી રહ્યા છે અને તેને પોતાના કરોડો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. આ સાથે તેઓ તેમના શુભેચ્છકોનો પણ આભાર માની રહ્યા છે.

આ તસ્વીર સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘ખુશીના સમયમાં, માંદગીના સમયમાં તમે અમારી નજીકના અને પ્રિય છો, અમારા શુભેચ્છકો, અમારા ફેન્સ હંમેશા અમને પ્રેમ, સ્નેહ સંભાળ અને પ્રાર્થના આપતા હોય છે. આ માટે અમે બધા તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. આ સંજોગોમાં જ્યાં પ્રોટોકોલ પ્રતિબંધિત છે, તેથી વ્યક્તિગત જવાબો શક્ય નથી. પણ અમે તમને બધાને જોઈએ છીએ, વાંચીએ છીએ અને સાંભળીએ છીએ … આભાર’

READ ALSO

Related posts

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

બારડોલીના બાળકોએ સતત 24 કલાક સ્કેટિંગ કરી લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!