GSTV
Home » News » અમિતાભ બચ્ચને વીડિયો શેર કરી ડોટર્સ ડેની આપી શુભેચ્છા, ઈમોશનલ થયા બિગ બી

અમિતાભ બચ્ચને વીડિયો શેર કરી ડોટર્સ ડેની આપી શુભેચ્છા, ઈમોશનલ થયા બિગ બી

આખી દુનિયામાં રવીવારે ડોટર્સ ડે મનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર દરેક પ્રકારના લોકોએ પોત-પોતાના અંદાજમાં ડોટર્સ ડેની બધાઈ આપી છે. સામાન્ય અને ખાસ લોકોના માતા-પિતા પોતાના બાળકોને પોતાની રીતે શુભેચ્છા આપી રહ્યાં છે. બોલીવૂડમાં પણ કેટલાંય સ્ટાર્સે પોતાના બાળકોની જુની ફોટો શેર કરી છે. અમિતાભ બચ્ચને પણ ડોટર્સ ડે પર ટ્વિટર પર એક વીડિયો શેક કરી છે. વીડિયોમાં મા અને પુત્રીના અદ્ભુત સંબંધોને બતાવવામાં આવ્યા છે. જેમાં એક માં પોતાની છોકરીને સ્ટ્રોંગ બનાવવા માટે કહે છે.

આ વીડિયોને ટ્વિટર પર શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું, “પ્રિય મિત્ર પિયુષ પાંડે અને તેમની ટીમે આ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો જોયા પછી હું ભાવુક થઈ ગયો. માતા અને પુત્રીનો એક સુંદર, ખૂબ પ્રભાવિત, ખૂબ જ ભાવનાત્મક અરીસો.

અમિતાભ ભાવુક થઈ ગયા

જે વીડિયોને અમિતાભ બચ્ચને શેર કર્યો છે તેમાં માતા દીકરીને કહે છે – એક દિવસ તમારા પગ પર ચાલો, માતા કરતા વધારે મજબૂત થશો, માતા દોડતી હતી તું ઉડજે, માતા થોડી ડરતી હતી તુ ન ડરતી, માતા થોડી ઓછી હસતી હતી, તમે ખૂબ હસજો, મમ્મી મૌન રહેતી તમે કહેશો, માતા હા કહેતી હતી તમે પણ કહેજો, માતા કરતા પણ વધુ મજબૂત થજો, જે હું ન કરી શકી તે તમે કરજો.

આ દિવસોમાં બિગ બી કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યાં છે. આ શો ટીઆરપીના મીટર પર સુપરહિટ છે. અમિતાભ બચ્ચને થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે કૌન બનેગા કરોડપતિ નોન-ફિક્શનમાં નંબર વન શો બની ગયો છે.

કૌન બનેગા કરોડપતિનેમાં 2 લોકોએ એક કરોડ જીત્યા છે. આ શોમાં બિહારના જહાનાબાદનો રહેવાસી સનોજ રાજે એક કરોડ જીત્યા હતા. જો કે, તેણે 7 કરોડનો પ્રશ્ન ક્વિટ કર્યો હતો. તે સિવિલ સર્વિસિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યોં છે.

READ ALSO

Related posts

કાજુકતરી અને ગુલાબજાંબુનો ટ્રેન્ડ ગયો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો

Bansari

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!