મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ તેમને નાનાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર અમિતાભ બચ્ચને પોતે પણ ટ્વીટ કરી કોરોના પોઝિટિવ હોવાની સુચના ફેન્સને આપી હતી. સોશિયલ મીડિયા દ્વારા લોકોને દર વખતે કોઈને કોઈ મુદ્દે હિમ્મત આપનાર અમિતાભ બચ્ચને બે દિવસ પહેલા પણ આવી જ એક કવિતા શેર કરી હતી. જેમાં તેમણે લોકોને આ મુશ્કેલીના સમયમાં હિમ્મત ન હારવા પ્રોત્સાહિત કર્યા હતા.
અમિતાભે પોતાના અવાજમાં આ કવિતાને શેર કરી
T 3586 – This too shall pass .. pic.twitter.com/sjx3UV13c6
— Amitabh Bachchan (@SrBachchan) July 8, 2020
અમિતાભે પોતાના અવાજમાં આ કવિતાને શેર કરી હતી. કવિતાના હોલ કંઈક આવા છે, – ‘ગુઝર જાયેગા ગુઝર જાયેગા મુશ્કિલ બહોત હૈ મગર વક્ત હી તો હૈ, ગુઝર જાએગા, જિંદા રહેને કા યે જો ઝઝ્બા હૈ, ફિર ઉભર આયેગા, ગુઝર જાયેગા, માના મૌત ચેહરા બદલ કર આઈ હૈ, મગર યકીન રખ યહ બસ લમ્હા હૈ દો પલમે બિખર જાએગા, જિંદા રહેને કા યે જો ઝઝ્બા હૈ ફિર અસર લાયેગા, મુશ્કિલ બહુત હૈ, મગર વક્ત હી તો હૈ ગુઝર જાયેગા, ગુઝર જાએગા.’

8 જુલાઈએ ટ્વીટ કરી આ સુંદર કવિતા શેર કરી હતી
પોતાના આ શબ્દોના માધ્યમથી અમિતાભે લોકોને કોરોના કાળ સાથે લડવા અને તેના વિરૂદ્ધ પોતાનો સંયમ રાખવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરી આ સુંદર કવિતા શેર કરી હતી.
મહત્વનું છે કે શનિવારે રાતે અમિતાભ અને અભિષેક બચ્ચન બન્નેના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેના તરત બાદ તેમને નાનાવટી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા. રેપિડ ટેસ્ટ બાદ તેમનો બીજો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ 24 કલાકની અંદર આવી જશે.
બીજા ટેસ્ટની રિઝલ્ટની જોવાઈ રહી છે રાહ
જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્રણેયના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા. તેમના આખા સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. હાલ અમિતાભ અને અભિષેક જલ્દી સાજા થઈ જાય તેવી આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.
Read Also
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે
- IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી