GSTV
Home » News » અમિતાભને ગુલાબો સિતાબોના પાત્ર માટે પડી રહી છે તકલીફ, બ્લોગમાં કર્યું જાહેર

અમિતાભને ગુલાબો સિતાબોના પાત્ર માટે પડી રહી છે તકલીફ, બ્લોગમાં કર્યું જાહેર

મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશાં પોતાના પાત્રને સ્વીકારના તૈયાર હોય છે. પરંતુ તેમના પાત્રને ન્યાય આપવા માટે બચ્ચનને ખાલી અભિનય જ નહીં પણ તેના લુક્સ સાથે પણ ઘણું કામ કરવું પડે છે. પાછલા દિવસોમાં લખનઉમાં ગુલાબો સિતાબોના શૂટિંગ સમયે અમિતાભનો પહેલો લુક સામે આવ્યો હતો.

gulabo sitabo

તેમાં અમિતાભ વૃદ્ધ માણસનો રોલ કરી રહ્યો છે. અમિતાભને વુદ્ધ બતાવવા માટે પ્રોસ્થેટિકનો સહારો લેવામાં આવ્યો છે. હવે એક બ્લોગમાં અમિતાભે આ રોલ માટે જે પ્રોસ્થેટિકનો ઉપયોગ કર્યો હતો તે તકનીક બ્લોગમાં જાહેર કરી છે. અમિતાભે બતાવ્યું કે તેને પ્રોસ્થેટિકના ઉપયોગથી કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ થકવી દેનારો હોય છે.

અમિતાભે બ્લોગમાં લખ્યું, જેમ જેમ ભૂમિકાને પોર્ટરેયલના દિવસો આરામથી પસાર થાય છે, તેમ તેમ સરળતા થવા લાગે છે…પરંતુ પ્રોસ્થેટિક, પાઉડર શરીરને લઈ જાય છે અને તેના પ્રભાવને ઓછું કરે છે. અમિતાભે લખ્યું કે, પશ્ચિમના ફિલ્મ મેકિંગ ઈન્ડસ્ટ્રીના કેટલાક નિયમો છે, જ્યાં કાનૂન મુજબ પ્રોસ્થેટિકનો ઉપયોગ તમે ત્રણ દિવસથી વધુ ન કરી શકો.

તેને બીજી વાર કરતાં પહેલા ચહેરા માટે એક અથવા બે દિવસનો બ્રેક…પરંતુ અહીં એક મહિના સુધી નોન-સ્ટોપ છે…પામાં પણ એવું જ થયું હતું. કોઈ ફરિયાદ નથી…બસ તેને દિવસ પસાર થવાની સાથે સંભાળવું મુશ્કેલ બને છે. ગુલાબો સિતાબોમાં અમિતાભ એક તુનક મિજાજ વૃદ્ધનો રોલ પ્લે કરી રહ્યો છે.

તેના ફર્સ્ટ લુકમાં અમિતાભ લાંબી દાઢી, ચશ્મા, સ્કાર્ફ અને પ્રોસ્થેટિક નાકમાં જોવા મળ્યો હતો. તેના આ લુકમાં બીગ બીને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. થોડા દિવસ પહેલાં અમિતાભે તેના મેકઅપ માટે જે સમય લાગતો હતો તેની વાત કરી હતી. તેને મેકઅપ માટે લાંબો સમય લાગે છે. તેમને મેકઅપમાં લગભગ 3 કલાક જેટલો સમય લાગે છે જેથી તે પાત્રમાં બંધ બેસી શકે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ જોવા મળશે. આ ફિલ્મ 24 એપ્રિલ 2020માં રિલીઝ થશે.

Read Also

Related posts

OMG ! કેટરિનાએ પહેરેલા આ ડ્રેસ ખરીદવા માટે તો એક ‘લોન’ લેવી પડે !

Pravin Makwana

દીકરી શ્વેતાને લઈ ભાવુક થયા સદીના મહાનાયક, કરી દીધી દિલને સ્પર્શ કરનાર વાત

Ankita Trada

રવીના ટંડને પૂર્ણ કર્યા લગ્નના 16 વર્ષ, કોલાજ ફોટો શેર કરી પતિને આપી શુભકામના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!