તમને કરોડપતિ બનાવવા આવી રહ્યાં છે Big B, શરૂ થયું KBCની 11મી સીઝનનું રજીસ્ટ્રેશન

સોની ટીવીનો લોકપ્રિય ક્વિઝ શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ ટૂંક સમયમાં ટચૂકડા પડદે પરત ફરી રહ્યો છે. બોલીવુડના લોકપ્રિય સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ શૉની 11મી સીઝન લઇને આવી રહ્યાં છે. આ અંગેની જાણકારી બિગ બીએ પોતે પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આપી છે.

અમિતાભ બચ્ચને ટચૂકડા પડદાના ‘કૌન બનેગા કરોડપતિ’ શોને યાદગાર બનાવી દીધો છે. હવે તેઓ ૧૧મી સીઝનનું ફરીથી હોસ્ટ કરવાના છે.

અમિતાભ બચ્ચને ગુરુવારે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, ‘આદર, આદાબ, અભિનંદન, આભાર! અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવાનો છું. આ ૨૦૧૯ વરસનો નવો અભિયાન… ‘કૌન બનેગા કરોડપતિ…. કેબીસી’ બહુ જલદી જ તમારા ઘરોમાં જોવા મળશે.

કેબીસીમાં સામેલ થવા માંગતા ઇચ્છુક દર્શક કેબીસીની લિંક https://kbcliv.in/online-registration પર રજીસ્ટ્રેશ કરાવી શકો છો. રજીસ્ટ્રેશન પુરુ થવાની જાણકારી તમારા ઇમેલ અથવા તો એસએમએસ દ્વારા તમારા રજીસ્ટર્ડ ફોન નંબર પર મોકલવામાં આવશે. તે બાદ કેબીસીની ટીમ કન્ટેસ્ટન્ટ્સને શોર્ટ લિસ્ટ કરશે. તે પછી અલગ-અલગ શહેરોમાં ઓડિશન કરવામાં આવશે. સાથે જ કન્ટેસ્ટન્ટનો વીડિયો ટેસ્ટ પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ૧૨ વરસથી વધુ વયની કોઈપણ વ્યક્તિ કેબીસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ શો ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.ગયા વરસે જ કેબીસી સીઝન ૧૦ પુરી થઈ છે. ભૂતકાળમાં શાહરૂખ ખાને પણ  શોનું સંચાલન કર્યું હતું પરંતુ દર્શકોને અમિતાભ જેટલા પ્રભાવિત કરી શક્યો નહીં.

જણાવી દઇએ કે ૧૯ વરસ પહેલાં આ શોની શરૂઆત થઈ છે અને તે દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter