GSTV
Home » News » KBCમાં અપાતો ચેક હોય છે નકલી, ઑનલાઇન ટ્રાન્સફર થતી રકમની હકીકત પણ જાણી લો

KBCમાં અપાતો ચેક હોય છે નકલી, ઑનલાઇન ટ્રાન્સફર થતી રકમની હકીકત પણ જાણી લો

અમિતાભ બચ્ચનના રિયાલીટી શૉ કેબીસી સીઝન 10 હવે પોતાનાઅંતિમ પડાવ પર છે. આ પોપ્યુલર ટીવી શૉનો અંતિમ એપિસોડ 23 નવેમ્બરના રોજ ટેલિકાસ્ટ થશે. 10 વર્ષથી દર્શકોને એન્ટરટેઇન કરવા અને જ્ઞાન આપનારા આ હિટ શૉ વિશે ઘણઈ આવીવાતો છે જે કદાચ જ લોકો જાણતા હશે.

આ એક એવો શો છે, જેના દ્વારા લોકોને પોતાનું નોલેજ વધારવાનો મોકો મળે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, કોઈ પણ રીતે તેને આ શોમાં પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો અને તેઓ વધુમાં વધુ રકમ લઈને ઘરે ફરે. જોકે, અત્યાર સુધી કોઈ પણ કન્ટેસ્ટંટ 7 કરોડ રૂપિયા જીતી શક્યું નથી.

આ શોમાં ખાસ વાત એ છે કે, તેના હોસ્ટ અમિતાભ બચ્ચન છે. તે પોતાની હાજીર જવાબીને કારણે લોકોનું દિલ જીતી લે છે. પરંતુ તમે આ શોની પાછળની એક વાત સાંભળીને ચોંકી જશો. જ્યારે બિગ બી રૂપિયા જીતવા પર કન્ટેસ્ટંટને જે ચેક આપે છે, અને તેના એકાઉન્ટમાં જે રૂપિયા ટ્રાન્સફર કરે છે તે ફેક હોય છે. 

હકીકતમાં, શો પૂરો થતા જ તેઓરૂપિયા પરત લઈ લે છે અને કેબીસીની પ્રોડક્શન ટીમ તે ચેકને ફાડી દે છે. એટલું જ નહિ,વિજેતાઓની રકમ પણ એક્સિ બેંકનાપ્રમોશન માટે કરવામાં આવે છે. કેમ કે, જો કોઈ સ્પર્ધક એક કરોડ રૂપિયા જીતેછે, તો તેના ખાતામાં ક્યારેય પૂરતી રકમ જમા થઈ શક્તી નથી. પરંતુ તેમાં 40 ટકા ટેક્સ કાપીલેવામાં આવે છે.

આ ઉપરાંત આ શોની શરૂઆત પહેલા જ બિગ-બી તમામસ્પર્ધકોને મળે છે અને તે દિવસે જે પણ સ્પર્ધક હોટ સીટ પર ઉતરીને આવે છે, તે બધાને શો પૂરોથવા સુધી ઘરે જવા દેવાતા નથી.

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!