GSTV
Home » News » ‘દીપવીર’ના રિસેપ્શનમાં Big Bએ રાખ્યો રંગ, કર્યુ કંઇક એવું કે વાયરલ થઇ ગયો Video

‘દીપવીર’ના રિસેપ્શનમાં Big Bએ રાખ્યો રંગ, કર્યુ કંઇક એવું કે વાયરલ થઇ ગયો Video

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 1 ડિસેમ્બરે પોતાના લગ્નનું ત્રીજુ અને અંતિમ રિસેપ્શન મુંબઇની હોટેલ ગ્રાન્ડ હયાતમાં આપ્યું. આ પાર્ટીમાં અંબાણી અને અમિતાભ બચ્ચનના પરિવાર સહિત બોલીવુડના અનેક સેલેબ્સ પહોંચ્યાં.

આ પાર્ટીના અનેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેમાંથી એક વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે. આ વીડિયોમાં અમિતાભની સાથે રણવીર સિંહે ‘જુમ્મા-ચુમ્મા’ સૉન્ગ પર મન મુકીને ડાન્સ કર્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં રણવીરની રિકવેસ્ટ પર અમિતાભ બચ્ચને ડાન્સ કર્યો. વીડિયોમાં રણવીર સાથે બિગ બીના સિગ્નેચર સ્ટેપ કરતાં જોવા મળી રહ્યાં છે. પાર્ટીમાં અમિતાભ પત્ની જયા બચ્ચન, દિકરી શ્વેતા બચ્ચન નંદા અને પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન સાથે પહોંચ્યા હતા.

જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ ફિલ્મ પિકુમાં સાથે કામ કર્યુ હતુ. પિતા અને પુત્રીના સંબંધો પર બનેલી આ ફિલ્મની સ્ટોરીની જેમ રિયલ લાઇફમાં પણ દીપિકા અને બિગ બી વચ્ચે ખાસ કેમેસ્ટ્રી છે.

આ રિસેપ્શન પાર્ટીમાં દીપિકા-રમવીર વેસ્ટર્ન લુકમાં નજરે પડ્યાં હતા. રણવીરે જ્યાં બ્લેક સૂટ પહેર્યુ હતું ત્યાં દીપિકા રેડ ગાઉનમાં નજરે પડી. દીપવીરે આ રિસેપ્શન ખાસ બોલીવુડ સ્ટાર્સ માટે આપ્યું હતુ.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું મુંબઇની હોટલ ધ ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન યોજાયું હતુ. આ રિસેપ્શનમાં દીપવીર પાર્ટી ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા. હોટેલ ગ્રાન્ડ હયાતમાં દીપિકા અને રણવીરે બોલિવુડ સ્ટાર્સ સહિતના અન્ય ફ્રેન્ડ્સ સાથે આ રિસેપ્શન એન્જોય કર્યુ હતુ. રિપોર્ટ્સ અનુસાર, આ પાર્ટીમાં બોલિવુડના એક્ટર્સ, ડાયેરેક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સ સહિત આશરે 800 જેટલા લોકો ઉપસ્થિત હતા.

Read Also

Related posts

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!