GSTV

અમિતાભ બચ્ચને હેલ્થ વર્કર્સની પ્રશંસા કરતાં કહ્યું સફેદ પીપીઈમાં દેવદૂત છે…

અમિતાભ

કોરોના વાયરસથી સંક્રમિત બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હાલમાં મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જોકે આ સમયગાળામાં તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેમણે આ સમયે પોતાના જીવની પરવાહ કર્યા વિના સતત સેવારત રહેનારા ડૉક્ટર્સ તથા મેડિકલ સ્ટાફની ખૂબ પ્રશંસા કરી હતી. બિગ બીએ તો તેમને સફેદ યુનિફોર્મમાં સાક્ષાત દેવદૂત ગણાવ્યા છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ હેલ્થ વર્કર્સ અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ કામ કરતા રહે છે. તેમને કારણે જ આપણી સ્થિતિ બહેતર બની છે. દેવતા પીપીઈ કિટમાં, ડૉક્ટર્સ, નર્સો, સહાયક કર્મચારીઓના રૂપમાં આવ્યા છે. તેઓ પોતાની પરવાહ કર્યા વિના આપણી સેવા કરે છે.

આમ છતાં તેઓ સમય કાઢીને જેમનો ઇલાજ કરે છે તેમના માટે પ્રાર્થના પણ કરે છે. આ દર્દીને સાજા થાય તે જ તેમની પાર્થના હોય છે. બિગ બી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર દરરોજ પોસ્ટ કરીને પ્રેરણારૂપી સંદેશા મોકલતા રહે છે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!