GSTV

નાદુરૂસ્ત તબિયતને લઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં તેમની નાદુરૂસ્ત તબિયતના કારણ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સુત્રો તરફથી મળતી માહિતી મુજબ તેઓ રૂટીન ફુલ બોડી ચેક અપ માટે આવ્યા હતા. અને તમામ પ્રકારની શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં ભરતી થયા હતા.

ડોક્ટર દ્રારા અમિતાભ બચ્ચને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ તેઓ હોસ્પિટલમાં જ છે અને પુરી રીતે સ્વસ્થ છે. ચિંતાની કોઈ વાત નથી તમામ વસ્તુ સામાન્ય છે. તેમ ડોક્ટર દ્રારા જણાવવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અમિતાભ બચ્ચનને લીવર સંબંધિત બીમારી હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. જેની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ દ્રારા આ મુદ્દે વધુ વાત નહોતી કરવામાં આવી.

એક અંગ્રેજી અખબારની રિપોર્ટના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચન લીવરની સમસ્યાને લઈને મંગળવારે રાત્રે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હિપીટાઈટીસ બી અને કુલની શૂટિંગ દરમિયાન તેમને થયેલી ઈજાના કારણે તેમનું 75 ટકા લીવર કામ નથી કરતું.

હાલમાં જ અમિતાભ બચ્ચનને પ્રસિદ્ધ દાદા સાહેબ ફાળકે એર્વોડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પછી તેઓ સાઉથની સુપરહિટ ફિલ્મ સૈરા-નરસિમ્હા રેડ્ડીમાં એક નાના કિરદારમાં જોવા મળ્યા હતા. આ પહેલા બદલા ફિલ્મમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. તો કૌન બનેગા કરોડપતિને પણ તેમણે ફરી હોસ્ટ કર્યો હતો.

READ ALSO

Related posts

લોકડાઉન છતાં Coronaનો પ્રકોપ વધ્યો: વધુ 10ના મોત, સંક્રમિતોની સંખ્યા 1500ને પાર

Bansari

5 દિવસથી બન્યા છે પિતા: બાળક હોસ્પિટલમાં પણ પીઆઈ દિવસ-રાત ડયૂટી કરે છે રોડ પર, પિતાના પ્રેમ પર કોરોના ભારે પડ્યો

Karan

આ બે દેશોમાંથી આવેલાં પેસેન્જરોએ આખા દેશમાં Corona દર્દીઓની સંખ્યા વધારી, મોદી સરકારે ના કરી તપાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!