GSTV

77 વર્ષના બિગ બીના લૂકને જોઈને KBC 12ના સેટ પર છોકરીઓ થઇ ફિદા, બોલી ઉઠી ‘Cool…’

અમિતાભ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિની (KBC)12મી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેઓ કોરોનાની બીમારીમાંથી પરત ફર્યા છે. કોરોના પોઝિટિવ આવતાં અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આજે પણ બોલીવુડના બાદશાહ છે બિગ બી

જોકે સાજા થયા બાદ બચ્ચને શૂટિંગનો પ્રારંભ કરી દીધો છે અને તેમને જોતાં જ ખ્યાલ આવી જાય કે આજે ય બિગબી જ બોલિવૂડના રિયલ શહેનશાહ છે. આજે પણ એક્ટિંગથી લઈને લોકપ્રિયતામાં તેઓ જ અવ્વલ છે. તેમનું સ્થાન લેવું અન્ય તમામ માટે મુશ્કેલ છે.

77 વર્ષની વયે અમિતાભ બચ્ચન વર્તમાન આધુનિક પેઢી સાથે ડગ માંડે છે અને સફળ પણ રહે છે પછી તે ગેઝેટ્સની વાત હોય કે કપડાની ફેશનની વાત હોય.

સ્ટાઇલની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જે લૂકમાં આવે છે તે જોતાં જ છોકરીઓ પણ તેમની પ્રશંસા કરતાં થાકતી નથી કૌન બનેગા કરોડપતિની 12મી સિઝનના શૂટિંગ વખતે પણ આમ જ બન્યું હતું. ખુદ અમિતાભ બચ્ચને જ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.

તેમણે આ વખતે ચશ્મા બદલ્યા છે. તેમણે વિન્ચેજ સ્ટાઇલની બ્લેક સોલીડ ફ્રેમ લીધી છે. જેના ગ્લાસ કટ નવા જ શેઈપમાં છે.
ખુદ અમિતાભે જ જણાવ્યું હતું કે કેબીસીના શૂટિંગ વખતે કેટલીક દેવીઓ (છોકરીઓ) મારા ચશ્માને જોઇને મને કહી રહી હતી કે કૂલ. મે મનોમન વિચાર્યું કે ચાલો બચી ગયા, વાતાવરણ અનુકૂળ છે.

Read Also

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!