GSTV
Bollywood Entertainment Trending

લોકડાઉનમાં અમિતાભ બચ્ચનું લેપટોપ બગડી ગયું, આ કામ ન કરી શકતાં ફેન્સની માફી માગી

બાસુ ચેટર્જી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ છવાયેલા રહે છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે તેઓ દિવસની શરૂઆત થાય તે સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દે છે. તેઓ પોતાના જીવન સાથેની તમામ નાની મોટી વાતો ફેન્સ સાથે શેર કરતા રહે છે. તેમાંય લોકડાઉનમાં તો તેઓ સોશિયલ મીડિયા પર વધારે સક્રિય બની ગયા છે. પણ એવા સમાચાર આવ્યા છે કે તેમનું લેપટોપ બનડી ગયું છે. આમ થવાને કારણે તેઓ પોતાના બ્લોગ લખી શકતા નથી. ખુદ બિગ બીએ જ આ માહિતી આપી છે.

અમિતાભ બચ્ચન

બુધવારે અમિતાભ બચ્ચને બ્લોગ પર એક મેસેજ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પોસ્ટ નહીં લખવા બદલ માફી માગી છે. તેમણે લખ્યું કે ફરીથી માફી માગું છું. બિઝી થઈ ગયો હતો. કામ વિના બિઝી થઈ ગયો હતો. ના…હકીકતમાં મારું લેપટોપ લોકડાઉનમાં જતું રહ્યું છે. આથી તેને રિપેર કરાવવા માટે બેકએન્ડ ડિજીટલ ટીમ સાથે કામ કરી રહ્યો હતો. કમ્પ્યુટર એકસપર્ટ પાસે ગયો અને પાછો આવ્યો.

corona

તેમણે વધુમાં જણાવ્યું કે રિપેરિંગનું કામ હજી જારી છે મને આશા છે કે સમયની સાથે તે પણ યોગ્ય થઈ જશે. લેપટોપ વાર કરી રહ્યું છે. થોડી તકલીફ છે એટલે પછીથી વાતો કરીશું. બુધવારે અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ અમર, અકબર, એન્થની ના 43 વર્ષ પૂરા થયા હોઈ તે ફિલ્મ વિશે રસપ્રદ વાતો રહી હતી. બિગ બીની આગામી ફિલ્મ ગુલાબો સિતાબો આવી રહી છે અને તેને કારણે તેઓ ચર્ચામાં છે. આયુષમાન ખુરાના સાથેની આ ફિલ્મનું ટ્રેલર અને એક ગીત રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અલગ જ લૂકમાં છે અને તેમને ઓળખવા મુશ્કેલ છે.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV