GSTV

KBCની આ સ્પર્ધકને મૃત સમજી ડોક્ટરે કચરા પેટીમાં નાખી દીધી હતી, કહાણી સાંભળીને આંખો ભીંજાઈ જશે

કોન બનેગા કરોડપતિના 22 ઓગસ્ટે આવેલા એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે ઉત્તર પ્રદેશના ઉન્નાવની એક ટ્યુશન ટીચર નૂપુર ચૌહાન પહોંચી. નૂપુરને તેમની સીટથી હોટ સીટ સુધી પહોંચડવા માટે અમિતાભ બચ્ચ આગળ આવ્યા કારણ કે નૂપુર બરાબર ચાલી ન હતી શકતી. તેના શરીરમાં ઘણી પ્રકારની સમસ્યા હતી. તેના જન્મ બાદ ડોક્ટરની એક ભૂલના કારણે તેની આવી હાલત થઈ છે.

નૂપુરે કેબીસીના માધ્યમથી દુનિયા ભરના ડોક્ટરોને અપીલ કરી કે તેમની એક નાની ભૂલ તેમના માટે નાની હોઈ શકે છે પરંતુ કોઈના આખા જીવનનો સવાલ બની જાય છે. હકીકતમાં વાત એમ હતી કે જ્યારે નૂપુરનો જન્મ થયો હતો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરીને હોસ્પિટલની કચરા પેટીમાં ફેકી દીધો હતો.

કચરાપેટીથી આવ્યો બાળકના રોવાનો અવાજ

અચાનકથી કચરાપેટીથી આવી બાળકના રોવાનો અવાજ. ત્યાર બાદ આનન-કાનનમાં નૂપુરનો ઈલાજ શરૂ થયો. પરંતુ ત્યાં સુધી તેના શરીરને ઘણા પ્રકારની મુશ્કેલીઓએ ઘેરી લીધી હતી. આ ભયાનક ઘટનામાં નૂપુરનો જીવ તો બચી ગયો. પરંતુ તેના શરીરનો ડાબો ભાગ સંપૂર્ણ રીતે લખવાગ્રસ્ત થઈ ગયો હતો.

હકીકતમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના કપૂરપુરની રહેનાર નૂપુરના ઈલાજ સમયે સર્જિકલ સાધનોના ખોટા ઉપયોગના કારણે શરીરમાં કમરના નીચેના ભાગમાં લોહીનું પરિભ્રમણ રોકાઈ ગયું. જેના કારણે હવે તે દિવ્યાંગ છે.

ટ્યુશન ટીચર છે નૂપુર

નૂપુર પોતાના બધા જ કામ પોતે જ કરે છે. નૂપુરે ક્યારેય વ્હીલચેરનો ઉપયોગ નથી કર્યો. કારણ કે એમ કરવાથી તે પોતાને બીમાર સમજવા લાગે છે. જોકે તેમણે જણાવ્યું કે જીવનમાં એવા વળાંક પણ આવે છે. જ્યારે આદમી હાર માની જાય છે. પરંતુ દરેક વખતે હારનો અહેસાર થતાની સાથે જ તેમની અંદર આત્મ વિશ્વાસ આવી જાય છે.

Read Also

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!